AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં 'સર્વશ્રેષ્ઠ વક્તા'નો ખિતાબ જીતી લીધો

હજીરા-સુરત, એપ્રિલ 24, 2025: AMNS ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઇએ ઇન્ડિયન ડિબેટિંગ લીગ દ્વારા આયોજિત ફ્રેન્કીનસ્ટાઇન ડિબેટ ટૂર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં "બેસ્ટ સ્પીકર"નો ખિતાબ જીતી લીધો. આ ઇવેન્ટનું આયોજન આ વખતે IIT દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત થનારી વાર્ષિક સ્પર્ધાની આ વખતની થીમ "ક્લાઇમેટ કોલ્સ: ગ્રોઇંગ પાઇ, શ્રિંકિંગ લાઇવ્સ” હતો. સિનિયર કેટેગરીમાં સ્પર્ધા કરી તનિષ્કાએ વિજેતા તરીકે સફળતા પ્રાપ્ત કરી છે.

તનિષ્કાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ વક્તૃત્વ અને વિશ્લેષણક્ષમતા દર્શાવી હતી,  જે કઠિન ઓનલાઈન પ્રાથમિક રાઉન્ડથી શરૂ થઈ હતી, આ સ્પર્ધામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેણીના સતત શ્રેષ્ઠ પ્રદર્શન તેને ટોચના 50 પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓમાં સ્થાન અપાવ્યું હતું. ત્યારબાદ તે સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી, જે ઓફલાઇન પધ્ધતિથી આયોજિત કરાયો હતો.

તનિષ્કાએ સેમીફાઇનલ અને ફાઇનલ બંનેમાં પોતાની શાનદાર વક્તૃત્વ પ્રતિભાથી "બેસ્ટ સ્પીકર" એવોર્ડ તથા ઓરિજિનલ ઓરેટરી કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જેના કારણે તે રાષ્ટ્રીય સ્તરે ટોચના 5 પ્રખર વક્તાઓની યાદીમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહી છે.

તનિષ્કાની સિદ્ધિ વિશે સુનિતા મટુ, આચાર્ય, AMNS ઇન્ટરનેશનલ સ્કૂલ જણાવે છે કે, “અમે તનિષ્કા અને તેની આ સિદ્ધિ પર અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં બેસ્ટ સ્પીકર એવોર્ડ જીતવું તેણીની મહેનત, આત્મવિશ્વાસ, વક્તૃત્વ કુશળતા અને તેની ઉંડી સમજને પ્રકાશિત કરે છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે હંમેશા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ પોતે વિશ્વાસ કેળવે અને ઉંચા લક્ષ્યાંકોને પાર પાડે તે માટે પ્રોત્સાહન આપીએ છીએ.”

About The Author

Related Posts

Top News

દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

(ઉત્કર્ષ પટેલ) દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ...
Lifestyle 
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય...
Sports 
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી...
World 
ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

ભારતમાં આર્થિક ગુનાઓના આરોપમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલો ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ...
Business 
ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.