દેવ ડીના શૂટિંગમા અભય એકલો 5 સ્ટાર હોટેલમાં રહેતો, અનુરાગના આરોપો પર દેઓલનો જવાબ

બોલિવુડ એક્ટર અભય દેઓલ હાલના દિવસોમાં પોતાની અપકમિંગ સીરિઝ ‘ટ્રાયલ બાય ફાયર’ને લઇને લાઇમલાઇટમાં છે. એક્ટર હાલમાં પોતાની સીરિઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે અભય દેઓલે પોતાના પર લગભગ અઢી વર્ષ અગાઉ અનુરાગ કશ્યપ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર મૌન તોડ્યું છે. એટલું જ નહીં, આ મામલાને લઇને અભય દેઓલે અનુરાગ કશ્યપને ખોટા અને ટોક્સિક વ્યક્તિ કહી દીધા છે.

શું છે આખો મામલો?

વર્ષ 2020માં પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુરાગ કશ્યપે અભય દેઓલ પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેણે એક્ટર બાબતે વાત કરતા કહ્યું હતું કે, ‘તેની સાથે કામ કરવાનું દર્દનાક રૂપે  ખૂબ જ મુશ્કેલ છે. અભય દેઓલ સાથે મારી કામ કરવાની યાદો સારી નથી. ફિલ્મ ‘દેવ ડી’ના સેટ પર તેનું વર્તન સારું નહોતું. અભય દેઓલ આર્ટિસ્ટિક ફિલ્મો સિવાય મેનસ્ટ્રીમ ફિલ્મો પણ કરવા માગતો હતો. દેઓલ હોવાના કારણે તે દરેક પ્રકારની સુવિધાઓ અને લક્ઝરી પણ ઇચ્છતો હતો.’

ડિરેક્ટર અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, ‘તે એકમાત્ર એવો હતો જે ફિલ્મની શૂટ દરમિયાન ફાઇવ સ્ટાર હૉટલમાં રહેતો હતો. જ્યારે આખો ક્રૂ પહાડગંજમાં રહેતો હતો, જેથી ટાઇટ બજેટમાં ફિલ્મને શૂટ કરી શકે. આ જ કારણ છે કે આજે ઘણા ડિરેક્ટર તેનાથી દૂરી બનાવી ચૂક્યા છે.’ બીજી તરફ લગભગ અઢી વર્ષ બાદ અભય દેઓલે ફિલ્મ મેકરના આ જ આરોપોનો જવાબ આપ્યો છે. આ બાબતને લઇને બોલિવુડ હંગામા સાથે થયેલી એક વાતચીત દરમિયાન પોતાની સફાઇ આપતા એક્ટર અભય દેઓલે કહ્યું કે, ‘અનુરાગ કશ્યપે પબ્લિક વચ્ચે જઇને મારી બાબતે ખૂબ જુઠ્ઠાણું બોલ્યા છે.

તેણે આગળ કહ્યું કે, મેં ફાઇવ સ્ટાર હૉટલની ડિમાન્ડ કરી નહોતી, પરંતુ તેઓ પોતે મારી પાસે આવ્યા હતા અને તેમણે જ મને કહ્યું કે, હું તેમની સાથે નહીં રહી શકું કેમ કે હું દેઓલ ફેમિલીથી આવું છું. મેં આજ સુધી આ બાબતે કોઇ વાત એટલે ન કરી કેમ કે જિંદગી ખૂબ નાની છે અને એક્સપ્લોર કરવા માટે ઘણું બધુ છે, એવામાં હું પોતાની લાઇફમાં કોઇ ટોક્સિક વ્યક્તિને નથી ઇચ્છતો. અનુરાગ કશ્યપ ખૂબ જુઠ્ઠા અને ટોક્સિક વ્યક્તિ છે અને હું એવા લોકોથી દૂર રહેવાની સલાહ આપવા માગીશ.’

અભય દેઓલે આગળ જણાવ્યું કે, ‘પોતાના આ નિવેદન બાદ ડિરેક્ટરે પોતે તેની પાસે માફી માગી હતી. એક્ટરે કહ્યું કે, અનુરાગ કશ્યપે મને ઘણું બધુ શીખવ્યું છે. તેને જોઇને મેં એવા ઝેરી લોકોથી દૂર રહેવાનો નિર્ણય લીધો જે પોતાને ફિલ્મ મેકર કહે છે, પરંતુ હકીકતમાં ખોટા અને ટોક્સિક વ્યક્તિ હોય છે. મેં ઘણા લોકોને તેની બાબતે ચેતવ્યા છે, આ બધી ફાલતુ વાતો કહ્યા બાદ અનુરાગ કશ્યપે સોરીવાળો મેસેજ પણ મોકલ્યો હતો અને હું માની પણ ગયો. એક્ટરે કહ્યું કે, તે ફિલ્મ મેકર વિરુદ્ધ કોઇ પણ પ્રોફેશનલ એજન્ડા રાખવા માગતો નથી. આ જ કારણ છે કે તેણે ક્યારેય આ બાબતે કોઇ સાથે વાત કરી નથી, ન પબ્લિકમાં આ બાબતે કંઇ કહ્યું છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.