મને લાગે છે કે PM મોદી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છેઃ અક્ષય કુમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી હતી. તેમના નિવેદનનું બોલિવૂડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે PM મોદીના આ નિવેદન પર અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રવિવારે ફિલ્મ સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન, બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ વિશે અને PM મોદીના નિવેદન પર વાત કરી હતી. અક્ષય કુમારે કહ્યું કે તેમના નિવેદનને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ રાહતવો શ્વાસ લેશે  અક્ષયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું હતું.

 અક્ષય કુમારે એક સવાલના જવાબમાં કહ્યું કે, હવે વધારે સ્વતંત્ર થઇને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડ્સ્ટ્રીઝ શ્વાસ લઇ શકશે. પોઝિટિવિટીનું હંમેશાં સ્વાગત છે અને ખાસ કરીને જ્યારે આપણા પ્રધાનમંત્રી કઇંક કહી રહ્યા હોય ત્યારે. બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, મને લાગે છે કે PM મોદી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યકિત છે. તેઓ જે કઇ પણ કહે અને તેને કારણે બદલાવ આવે તો એ મનોરંજન ઉદ્યોગ માટે ઘણી સારી વાત છે.

અક્ષય કુમારે કહ્યું કે આ બદલાવ પણ જરૂરી છે, કારણ કે બોલિવુડમાં અમે આ બાબતે ઘણું સહન કરતા આવ્યા છે. અક્ષય કુમારે કહ્યું કે, અમે ફિલ્મ બનાવી, સેન્સર બોર્ડમાં લઇ જઇ, બધું મંજૂર કરાવીને લાવીએ, અમે બધુ કરીએ અને કોઇક કઇં પણ બોલી દે એમાં ગરબડ શરૂ થઇ જાય છે.

સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી સહિતના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પ્રસંગેમીડિયા સાથે વાતચીત દરમિયાન અક્ષયે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. પ્રેસને સંબોધતા પોતાની ફિલ્મ વિશે અક્ષયે કહ્યુ કે,આ ફિલ્મ દરેક ફેન્સ અને દુનિયાની તમામ સેલિબ્રિટી માટે છે. હું કહેવા માંગુ છું કે અમે  આજે જે કઇ પણ છીએ તે ચાહકોના કારણે છીએ. તમે નથી તો અમે કઇં નથી.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ પણ બોયકોટનો શિકાર બનેલી છે અને અનેક જગ્યાઓ પર ફિલ્મનો પોસ્ટર ફાડી નાંખવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાજપના કાર્યકરોને ફિલ્મો વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.  ફિલ્મ નિર્માતા અશોક પંડિત, જેઓ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ છે, તેમણે પઠાણ વિવાદ વચ્ચે PM મોદીના નિવેદનના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેમની પાર્ટીના સભ્યોને PM મોદીની ચેતવણી ફિલ્મ ઉદ્યોગ માટે આત્મવિશ્વાસનો મોટો વધારો કરશે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.