હોલિવુડની ‘ધ માર્વલ્સ’ જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો આ રિવ્યૂ

આજકાલ દિલ્હી-મુંબઈ સહિત દેશના મોટા તમામ શહેર પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કારણે લોકોને શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ રહી છે. તમામ લોકો પ્રદૂષિત હવાથી બચાવ માટે માસ્કનો પણ સહારો લઈ રહ્યા છે. માર્વલ સિનેમેટિક યુનિવર્સ (MCU)ની દિવાળી રીલિઝ ફિલ્મ ‘ધ માર્વલ્સ’માં પણ તમને કંઈક એવો જ નજારો જોવા મળે છે. આ ફિલ્મને તમે વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘કેપ્ટન માર્વલ’નું સિક્વલ કહી શકો છો. ફિલ્મ શુક્રવારે 10 નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર તેનો સીધો સામનો 12 નવેમ્બરે રીલિઝ થઈ રહેલી સલમાન ખાન અ કટરીના કૈફની ‘ટાઇગર 3’ સાથે છે.

‘ધ માર્વલ’ની કહાની:

ફિલ્મ મુજબ ક્રૂ સભ્યતાના ઘર, હાલા નામના ગ્રહ પર કેપ્ટન માર્વલની કેટલીક ભૂલોના કારણે આખું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગ્રહ ન માત્ર સૂરજની તેજીથી બુઝાઇ રહ્યો છે, પરંતુ ત્યાં હવા અને પાણી પણ બચ્યા નથી. એવામાં પોતાના ગ્રહણ લોકોનું જીવન બચાવવા માટે ત્યાંના લોકોની નેતા બનેલી બેન એક ક્વાંટમ બેન્ડની મદદથી બીજા ગ્રહોની હવા, પાણી અને સૂરજ ચોરવાનો પ્રયાસ કરે છે. તેની આ ખતરનાક મંશાને રોકવા માટે કેપ્ટન માર્વલ એક મિશન પર નીકળી છે. આ મિશનમાં ‘માર્વલ્સ’ની અલગ-અલગ વેબ સીરિઝમાં નજરે પડી ચૂકેલી મિસ માર્વલ અને મોનિકા રેમબ્યૂનો તેને સાથ મળે છે.

ડાર બેનના ક્વાંટમ બેન્ડ હાંસલ કરવાના કારણે કેપ્ટન માર્વલ, મિસ માર્વલ અને મોનિકા રેમબ્યૂ અજીબ રીતે એક બીજા સાથે કનેક્ટ થઈ ગયા છે. જેવા જ તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે, તુરંત તેઓ સ્વિચ થઈને એક બીજાની જગ્યાએ પહોંચી જાય છે. શું આ ત્રણેય સુપરવુમન્સ મળીને પોતાના ગ્રહને બચાવવા માટે આખા બ્રહ્માંડને દાવ પર લગાવવા નીકળેલી બેનને રોકી શકશે. એ તમને સિનેમાઘરમાં જઈને જ ખબર પડશે.

ધ માર્વલ્સ ફિલ્મનું રિવ્યૂ:

માર્વલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મો છેલ્લા કેટલાક અરસાથી દર્શનોને પ્રભાવિત કરી શકી નથી. એવામાં આ નવી ફિલ્મ ‘ધ માર્વલ્સ’ એક સારો પ્રયાસ નજરે પડે છે. ફિલ્મની કહાની તમને શરૂઆતથી જ બાંધી લે છે. ખાસ કરીને ત્રણેય સુપર વુમન્સ વચ્ચે કન્ફ્યૂઝન દરમિયાન કોમેડી સીન તમારું ખૂબ મનોરંજન કરે છે. ખાસ કરીને કેપ્ટન માર્વલની ફેન મિસ માર્વલ પહેલી વખત પોતાના સુપરહિરોને મળે છે, તો નજારો રસપ્રદ હોય છે. સેકન્ડ હાફમાં જ્યારે ફિલ્મની વીલેન કેર વર્તાવે છે તો ફિલ્મ ટોપ ગિયરમાં આવી જાય છે. તો જ્યારે ડાર બેનનો કેર પૃથ્વી પર શરૂ થાય છે તો દર્શનોના શ્વાસ થંભી જાય છે. આ ફિલ્મમાં દર્શકોને કેપ્ટન માર્વલના લવ એંગલ સાથે જોડાયેલી રસપ્રદ જાણકારી પણ મળે છે.

બીજી માર્વલ ફિલ્મોની જેમ અહી પર પણ તમને ક્લાઇમેક્સમાં એક મોટું સરપ્રાઈઝ આલે છે. તો આ ફિલ્મ તમને માર્વલના સિનેમેટિક યુનિવર્ષના ભવિષ્યનો ઈશારો પણ આપે છે. ફિલ્મમાં VFXનો શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે. લડાઈન સિન્સ પણ જોરદાર છે. વાત જો એક્ટિંગની કરીએ તો બધા એક્ટરોએ શાનદાર કામ કર્યું છે. માત્ર પોણા બે કલાકની આ ફિલ્મ એડિટિંગ ટેબલ પર એકદમ કસેલી છે.

Top News

રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
National  Politics 
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
National 
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
National 
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે

ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
National 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.