કોણ હતો 30 હજાર કરોડનો કૌભાંડી તેલગી? ટ્રેનમાં વેચતો મગફળી, બની રહી છે Scam 2003

On

હંસલ મેહતા ઇન્ડસ્ટ્રીના સૌથી શાનદાર ડિરેક્ટર્સમાં સામેલ છે. તેઓ જ્યારે પણ કોઈ ફિલ્મ કે સીરિઝ લઈને આવે છે, ચારેય તરફ તેની ચર્ચા થાય છે. વર્ષ 2020માં જ્યારે તેઓ ‘સ્કેમ 1992’ લઈને હાજર થયા તો, લોકો તેમના વખાણ કરતા રહી ગયા. ‘સ્કેમ 1992’ બાદ હવે તેમના નવા શૉ ‘સ્કેમ 2003’ની ચર્ચા થઈ રહી છે. સત્ય ઘટના પર આધારિત નવી વેબ સીરિઝ સોની લિવ પર રીલિઝ થવાની છે. આ કહાની છે, અબ્દુલ કરીમ તેલગીની, જેની બાબતે થોડા વિસ્તારથી વાત કરીશું.

શું છે કહાની ‘સ્કેમ 2003’ની?

‘સ્કેમ 2003’ દેશમાં થયેલા સૌથી મોટા કૌભાંડમાંથી એકની કહાની છે. આ સ્કેમ એટલો મોટો હતો કે તેણે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. શૉમાં તેને 30 હજાર કરોડનો કૌભાંડ બતાવવામાં આવ્યો છે. અસલી જિંદગીમાં થયેલા આ સ્કેમમાં ઘણા સરકારી કર્મચારી અને પોલીસ અધિકારી સામેલ હતા. જો કે, કૌભાંડનો મુખ્ય આરોપી તેલગી હતો. દેશ સાથે કૌભાંડ કરવાના ગુનામાં તેને 30 વર્ષની આજીવન કારાવાસની જેલ મળી હતી.

30 હજાર કરોડના સ્ટેમ્પ પેપર કૌભાંડ કરનારા તેલગીનો પરિવાર કર્ણાટકનો રહેવાસી હતી. તેના પિતા ઇન્ડિયન રેલવેમાં કર્મચારી હતા. બાળપણમાં જ તેણે પિતાને ગુમાવી દીધા હતા. પેટ પાળવા માટે તે ટ્રેનમાં લઈને મગફળી વેચવા લાગ્યો. મગફળી વેચીને તેણે પોતાની શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને ગ્રેજ્યુએશન પણ કરી લીધું. આ દરમિયાન સાઉદી જઈને કામ કરવાનો અવસર મળ્યો.

તે જ્યારે ભારત પાછો આવ્યો તો તેણે નકલી દસ્તાવેજ અને પાસપૉર્ટ બનાવવાનું કામ શરૂ કરી દીધું. તેણે પોતાની ટ્રાવેલ કંપની ખોલી અને તેના દ્વારા લોકોના ફેક ડોક્યૂમેન્ટ્સ તૈયાર કરીને તેમને સાઉદી મોકલવા લાગ્યો. ધીરે ધીરે તેલગીનું કામ નીકળી પડ્યું હતું. હવે તેણે આગળ વધી રહ્યો હતો અને ફેક સ્ટેમ્પના માધ્યમથી બેંક, ઈન્શ્યોરન્સ કંપની અને સ્ટોક એક્સચેન્જ ફર્મ્સને ચૂનો લગાવવાનું શરૂ કરી દીધું. આ પ્રકારે નકલી સ્ટેમ્પ પેપર્સની દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી હતી, પરંતુ કહેવાય છે કે ચોર ભલે ગમે તેટલો ચાલક કેમ ન હોય એક ને એક દિવસ પકડમાં આવી જ જાય છે.

તેલગી પણ પકડાયો. વર્ષ 2003માં તેણે તેના બીજા કાળા કારનામાઓનો ખુલાસો થયો. તો પોલીસે તેની ધરપકડ કરીને જેલ મોકલી આપ્યો. વર્ષ 2017માં 56 વર્ષની ઉંમરમાં જેલમાં જ તેનું મોત થઈ ગયું. ‘સ્કેમ 2003’ની કહાની પત્રકાર સંજય સિંહનું પુસ્તક ‘રિપોર્ટર કી ડાયરી’થી લેવામાં આવી છે. વેટરન એક્ટર ગગન દેવ રિયાન આ શૉમાં તેલગીની ભૂમિકા ભજવી રહ્યો છે. ‘સ્કેમ 2003’ 1 સપ્ટેમ્બરના રોજ સોની લિવ પર રીલિઝ થશે.

Related Posts

Top News

'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવા બદલ ગુનેગાર ગણાવનાર મૌલવીએ હવે ફાસ્ટ બોલરની પુત્રીની હોળીની ઉજવણીને 'અવૈધ'...
Sports 
'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.