પૂર્ણેશ મોદીનો રાહુલને ઝટકો, સુપ્રીમમાં Caveat દાખલ કરી, જાણો એનો મતલબ શું થાય?

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રાહુલના કેસનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો છે. પૂર્ણેશ મોદીની ફરિયાદ પર નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને કલમ 504 હેઠળમાનહાનિ માટે દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવાઇ ગયું હતું.

નીચલી અદાલતના ચુકાદા પછી રાહુલ ગાંધીને સેશન કોર્ટમા પણ રાહત ન  મળી હતી એ પછી રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો રૂખ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પણ રાહુલની અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.

જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે અરજી કરતી વખતે કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈપણ આધાર વિના રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે નીચલી અદાલતની સજા પર સ્ટે મૂકવો એ નિયમ નથી, પરંતુ અપવાદ છે અને તે માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ થવો જોઈએ. બેંચે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા 10 અપરાધિક કેસોનો પણ ઉલ્લેખ કર્યો.

હવે વાત કરીએ કે પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમા જે કેવિયેટ દાખલ કરી છે તેનો મતલબ શું થાય?

વાદી દ્વારા એક કેવિયટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેની સામે કોઈ પ્રતિકૂળ હુકમ સાંભળ્યા વિના પસાર ન થાય. ઘણી વખત કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે કેવિએટની વ્યવસ્થા લાવવામાં આવી છે.  આમાં, પ્રતિવાદી પહેલેથી જ કોર્ટમાં અપીલ કરીને જાણ કરે છે કે આ કેસમાં તેમની પણ સુનાવણી થવી જોઈએ.

વર્ષ 2019માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી હોય છે? આ નિવેદનને આધારે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની ટીપ્પણીથી આખા મોદી સમાજની બદનામી થઇ છે. રાહુલની સામે IPCની કલમ 499 અને 500 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

About The Author

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.