- Gujarat
- છુટાછેડાનો દાવો કરનાર પતિને ભરણપોષણના 17 હજાર પત્નીને ચુકવવા કોર્ટનો હુકમ
છુટાછેડાનો દાવો કરનાર પતિને ભરણપોષણના 17 હજાર પત્નીને ચુકવવા કોર્ટનો હુકમ
અરજદાર પત્ની હંસા જરીવાલા કે જેઓ મુળ સુરતના પણ હાલ બેગ્લોર મુકામે રહેતા આવેલા તેમના લગ્ન સંજય જરીવાલા (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે 2003માં થયેલા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં બે પુત્રીઓનો જન્મ થયેલો જે હાલ અરજદાર માતા સાથે છે.
પતિ અને તેમના માતાએ અરજદાર પરિણીતાને ટુંક જ સમયમાં શારીરિક માનસીક ત્રાસ આપવાનો શરૂ કરેલ. ઘરના કામકાજ બાબતે, કપડાના પહેરવેશ તથા નાની નાની બાબતે લડાઇ ઝગડો કરતા હતા. 2019માં પતિ અને તેમના માતા અરજદારને તથા બે પુત્રીઓને મુકીને જતા રહ્યા હતા અને બેગ્લોર ફેમીલી કોર્ટમાં છુટાછેડાનો દાવો કર્યો હતો.
અરજદારે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા શિવાની આર.ચાહવાલા મારફતે બેગ્લોરની કોર્ટમાં ઘરેલું હિંસાની અરજી કરી હતી. દલીલોને અંતે પત્નીની વચગાળાની ભરણપોષણની અરજી મંજુર કરીને મુળ અરજી દાખલ કરેલી ત્યારથી માસિક રૂપિયા 17 હજાર દર માસો માસ કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી ચુકવી આપવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા શિવાની આર. ચાહવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી.

