- Gujarat
- ‘ગુજરાતના કેબિનેટ મંત્રી મને 2 લાફા મારવા દે તો 10 લાખ આપું’, ગોપાલ ઇટાલિયા આવું કેમ બોલ્યા
‘ગુજરાતના કેબિનેટ મંત્રી મને 2 લાફા મારવા દે તો 10 લાખ આપું’, ગોપાલ ઇટાલિયા આવું કેમ બોલ્યા
થોડા મહિનાઓ અગાઉ વિસાવદર અને કડી વિધાનસભા માટે પેટાચૂંટણી થઈ હતી. આ ચુંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. ત્યારથી તેઓ સતત એક્ટિવ રહે છે અને કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. હવે તેઓ એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ નિવેદન બાદ એવું લાગે છે કે તેઓ પણ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગે ચાલી ચાલી રહ્યા છે.
પાદરા તાલુકાના સાંઢા ગામે AAPના ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આયોજિત થયેલી જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયને સરકાર અને મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓ આ જનસભામાં અકસ્માતમાં મૃતકોના પરિવારના લોકોને મળતી 4-4 લાખની સરકારની સહાયતાની જાહેરાત પર પ્રહાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘કેબિનેટ મંત્રી મને 2 લાફા મારવા દે તો હું 10 લાખ રૂપિયા આપું!’
https://twitter.com/Jamawat3/status/1975860334800847069
નોંધનીય છે કે ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ આદિજાતિ વિકાસ કચેરીની સંકલનમાં સામસામને આવી ગયા હતા, જેના કારણે ચૈતર વસાવા સામે ફરિયાદ થઇ હતી અને તેમની ધરપકડ કરાઇ હતી.
ત્યારબાદ હાલમાં જ તેઓ 3 મહિના જેટલા સમય બાદ શરતી જામીન પર બહાર આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું આ વિવાદાસ્પદ નિવેદન વધુ વિવાદાસ્પદ બને છે કે નહીં?

