પહેલગામ ઘટનાના નામે પૂજારી સાથે છેતરપિંડી, પૂજા-પાઠ કરાવવાના બહાને અકાઉન્ટમાંથી ઉડાવી દીધા પૈસા

એક તરફ, જ્યાં પહેલગામ ઘટનાને લઈને દેશવાસીઓમાં દુઃખ અને ગુસ્સો છે, તો કેટલાક લોકો આ ઘટનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરથી પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં સાયબર ઠગોએ એક પૂજારીને નિશાનો બનાવ્યો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

priest
knewsindia.in

વાસ્તવમાં, કાનપુરના પનકીમાં રહેતા એક પૂજારીનો ફોન આવ્યો હતો. ફોન કરનાર ઠગે પોતાને ભારતીય સેનાનો અધિકારી બોલી રહ્યો છે. તેણે પૂજારીને કહ્યું કે, લશ્કરની એક ટુકડી કાશ્મીર જઈ રહી છે અને તેના માટે પૂજા કરાવવાની છે. તમને પૂજા-પાઠના રૂપિયા આપવાના છે અકાઉન્ટની ડિટેલ મોકલી આપો. આ રીતે, ઠગે પૈસા આપવાના નામે પૂજારીનો અકાઉન્ટ નંબર લીધો અને પછી તેના અકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લીધા. મીડિયા રિપોર્ટ મુજબ, કાનપુરના પનકીના રહેવાસી પૂજારી કૃષ્ણ બિહારી શુક્લા પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. ગત દિવસોમાં તેમની પાસે એક ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ કહ્યું કે તે કાનપુર કેન્ટથી સેનાનો અધિકારી બોલે છે. કોલરે ફોન પર પુજારીને કહ્યું કે, પહેલગામમાં થયેલી ઘટના બાદ કાનપુર કેન્ટથી સેનાની એક ટુકડીને કાશ્મીર જવાની છે. તેમના માટે રુદ્રાભિષેક પૂજા થવાની છે.

priest
aajtak.in

પૂજારીના જણાવ્યા મુજબ, કૉલરે પોતાના સેનાના મોટા અધિકારી પાસે પણ તેમની પાસે વીડિયો કોલ પણ કરાવડાવ્યો હતો અને પછી પૈસા આપવાના નામ પર તેમનો અકાઉન્ટ નંબર લઈ લીધો. ત્યારબાદ અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ કરી દીધા. આખરે પૂજારીને ખ્યાલ આવી ગયો કે તે છેતરપિંડીનો શિકાર બની ગયો છે. હાલમાં, પૂજારીએ આ બાબતની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. પૂજારીએ આરોપ લગાવ્યો છે કે, ઠગ તેને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તે પોલીસ પાસે જશે તો તેના આખા પરિવારને ખૂબ મોંઘુ પડશે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પહેલગામ ઘટનાના નામ પર, સેનાના અધિકારી બનીને છેતરપિંડી કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.