ઉદ્ધવ જૂથ પર BJP નરમ પડી રહી છે? કારણ શું હોઈ શકે

BJPએ પહેલા સત્તા અને પછી ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટી છીનવીને તેના ભૂતપૂર્વ સાથી પક્ષને હરાવ્યા. પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે, બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ ઓછી થઈ રહી છે. DyCM દેવેન્દ્ર ફડણવીસે, જેમણે 2019ની વિધાનસભાની ચૂંટણી પછીની તમામ રાજનીતિ રમ્યા હતા, તેમણે ગયા અઠવાડિયે સૂચન કર્યું હતું કે, એકબીજા પર દોષારોપણ બંધ કરવાની જરૂર છે.

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'અમે અમારા રાજકીય હરીફોને દુશ્મન માનતા નથી. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ અલગ રસ્તો પસંદ કર્યો છે, અમારો રસ્તો અલગ છે. અમે દુશ્મનો નથી, અમારામાં વૈચારિક મતભેદો છે.'

BJPએ શિવસેનાથી વિભાજિત થયા પછી બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી ચાલેલી લડાઈ પછી, DyCM દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યના રાજકારણના વળાંક પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર તેની સભ્ય અને સંસ્કારી લાક્ષણિકતાઓ માટે જાણીતું છે, જે તેની સાહજિક શક્તિઓ છે.'

BJP સાથે સત્તામાં રહેલા CM એકનાથ શિંદે જૂથને પણ પાર્ટીનું નામ અને પ્રતીક મળી ગયું છે. પરંતુ BJP એ પણ જાણે છે કે સહાનુભૂતિની લહેર ઉદ્ધવ ઠાકરે સાથે છે. શિવસેનાની સ્થાપના બાળ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી ત્યારથી શિવસેના અને પરિવારને એક જ તરીકે જોવામાં આવે છે અને ઘણા વફાદારોએ ECની કાર્યવાહીને પક્ષપાતી અને કેન્દ્રની BJP સરકારથી પ્રભાવિતના રૂપમાં જોઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે આના પર રમી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેમના પિતાનો વારસો લૂંટવામાં આવ્યો છે, અને BJP પાસેથી બદલો લેવાની સોગંધ ખાઈ રહ્યા છે. આવા પ્રકારનું એક ગીત પહેલાથી જ સેનાની રેન્કમાં લોકપ્રિય છે. BJP જાણે છે કે, જો ઉદ્ધવ સેના પક્ષના અત્યંત લાગણીશીલ અનુયાયીઓ સાથે વિશ્વાસઘાતનો એક નક્કર પુરાવો રજૂ કરવામાં સક્ષમ હોય તો, આ રમત ઝડપથી પલટાઈ શકે છે.

BJPના એક વરિષ્ઠ કાર્યકર્તાએ સૂત્રો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પાર્ટીના નામ અને ચિહ્ન માટે લડાઈ ઉદ્ધવ સેના અને CM શિંદે જૂથ વચ્ચે હતી. પરંતુ ઉદ્ધવની તરફેણની જનભાવનાથી BJPની છાપ ખરાબ થશે. અમારે આ વર્ષે થનારી BMCની ચૂંટણીઓ અને 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં અમારો રોડમેપ બરાબર કરવો પડશે અને ચાર્ટ કાળજીપૂર્વક સુધારવો પડશે.'

BJPના અન્ય નેતાઓ એવી પણ દલીલ કરે છે કે, પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય 2019માં NDA છોડવા માટે ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવાનો હતો અને તે હાંસલ કરી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, હવે પાર્ટીએ તેનાથી આગળ વધવું જોઈએ.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.