‘પૈસા એવી વસ્તુ છે કે..’, ચંપાઈ બળવાખોર થવાની અટકળો પર હેમંતે તોડ્યું મૌન

ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હાલમાં દિલ્હીમાં છે. એક દિવસ અગાઉ ગુવાહાટીમાં હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરવાની વાત કહેવામાં આવી રહી છે, પછી કાલે રાત્રે તેઓ કોલકાતા પહોંચ્યા હતા અને અહી સુવેન્દુ અધિકારીને મળ્યા હતા. હવે તેમણે X (અગાઉ ટ્વીટર) હેન્ડલથી ઝારખંડ મુક્તિ મોરચાનું નામ પણ હટાવી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે અને તેમની સાથે JMMના કેટલાક અન્ય ધારાસભ્ય પણ પક્ષ પલટો કરવાની તૈયાર છે.

આ અંગે સવાલ પૂછવામાં આવતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રવિવારે નામ લીધા વિના ઇશારાઓમાં ચંપાઈ સોરેન અને ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પૈસાઓના દમ પર ઘર અને પાર્ટીમાં ફૂટ પાડવામાં આવી રહી છે. હેમંત સોરેને કહ્યું કે, ખૂબ જલદી રાજ્યમાં ચૂંટણી ઘંટ વાગવાનો છે, ચૂંટણી ક્યારે થશે તેનો ઘંટ અમારા વિરોધી ભાજપ પાસે છે. ચૂંટણી પંચ હવે સંવૈધાનિક સંસ્થા નથી, હવે તે ભાજપની સંસ્થા બની ગઈ છે. અમે તો પડકાર આપીને કહીએ છીએ કે આજે ચૂંટણી કરાવો, કાલે ઝાડુ-પોતું કરીને તેમને ગુજરાત જવું પડશે.

હેમંત સોરેને કહ્યું કે, આ લોકો ગુજરાત, આસામ, મહારાષ્ટ્રથી લોકોને લાવીને આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ વચ્ચે ઝેર વાવવાનું કામ, એક બીજા સાથે લડવાનું કામ છે. સમાજ તો છોડો, આ લોકો ઘર ફોડવા અને પાર્ટી તોડવાનું કામ કરે છે. મોટા ભાગે તેઓ ધારાસભ્યોને ખરીદી લેશે, પૈસા એવી વસ્તુ છે કે નેતા લોકોને પણ આમ તેમ જવામાં વાર નથી લાગતી, ખેર કોઈ વાંધો નહીં. અમારી ઈન્ડિયા ગઠબંધનની સરકાર 2019થી સતત જનતા વચ્ચે ઊભી છે. સૂત્રો મુજબ ચંપાઈ સોરેન સાથે જે 6 JMM  ધારાસભ્યોના બળવાખોર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિંડા, લોબિન હેમ્બ્રોમ અને સમીર મોહતી સામેલ છે.

જો કે, ખરસાંવ ધારાસભ્ય દશરથ ગગરાઈએ એક નિવેદન જાહેર કરીને ભાજપમાં સામેલ થવાની અટકળો ફગાવી છે. તેમણે કહ્યું કે, હું JMMને ધોખો નહીં આપી શકું. અડધી રોટલી ખાશુ, પરંતુ JMMના માન સન્માન નીચે નહીં થવા દઈએ. ગુરુ શિબુ સોરેન મારા નેતા છે. ચંપાઈ સોરેનને જ્યારે શુક્રવારે પત્રકારોએ ભાજપમાં સામેલ થવાની અટકળો બાબતે સવાલ કર્યો હતો તો તેમણે હસતા માત્ર એટલું કહ્યું હતું કે તમે લોકો એવા સવાલ કરી રહ્યા છે, તેના પર શું બોલું. અમે તો તમારી સામે છીએ.

તો રવિવારે પણ તેમને ભાજપમાં સામેલ થવાની અટકળોનું ખંડન કર્યું અને કહ્યું કે, હું જ્યાં હતો, ત્યાં જ છું, પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાના X હેન્ડલના બાયોથી JMM મુક્તિ મોરચાનું નામ હટાવી દીધું. JMMએ ચંપાઈ સોરેન ભાજપમાં સામેલ થવાના સમચારોને માત્ર અફવા બતાવીને ખંડન કરી દીધું. JMMના પ્રવક્તા મનોજ પાંડેએ ભાજપને ડૂબતો જહાજ બતાવતા કહ્યું કે, ચંપાઈ સોરેન ક્યારેય ભગવા પાર્ટીમાં સામેલ થવા પર વિચાર નહીં કરે.

કથિત ભૂમિ કૌભાંડ કેસમાં 31 જાન્યુઆરી ED દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કર્યા બાદ સોરેન પરિવારના નજીકના કહેવાતા ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવાયા હતા. જો કે, ઝારખંડ હાઇકોર્ટે હેમંત સોરેનને જામીન આપ્યા બાદ ચંપાઈ સોરેનને 3 જુલાઈએ રાજીનામું આપવું પડ્યું. હેમંત સોરેને આજ દવસે ફરી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ જ ચંપાઈ સોરેન નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.