'ઓફિસરના આદેશ કરતા ધર્મને વધુ મહત્ત્વ આપવું એ અનુશાસનહીનતા', કોર્ટે આર્મી ઓફિસરની બરતરફીને માન્ય રાખી

દિલ્હી હાઈકોર્ટે ભારતીય સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી રદ કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે કમાન્ડિંગ અધિકારીઓએ એક ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ અને ધાર્મિક પસંદગીઓ ઉપર યુનિટ સંવાદિતા રાખવી જોઈએ. આ સમગ્ર મામલો સેમ્યુઅલ કમલેશન નામના અધિકારી સાથે સંબંધિત છે. તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. કારણ એ હતું કે તેમણે રેજિમેન્ટની ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.

સેમ્યુઅલ કમલેશનને 11 માર્ચ 2017ના રોજ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 3 કેવેલરી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ રેજિમેન્ટમાં શીખ, જાટ અને રાજપૂત કર્મચારીઓના ત્રણ સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે. તેમને સ્ક્વોડ્રન Bના ટ્રુપ લીડર બનાવવામાં આવ્યા હતા. આ રેજિમેન્ટમાં શીખ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

01

કમલસેને કહ્યું કે તેમની રેજિમેન્ટે તેની ધાર્મિક જરૂરિયાતો અને પરેડ માટે ફક્ત એક મંદિર અને ગુરુદ્વારા જ બનાવ્યું છે, કોઈ સર્વ ધર્મ સ્થળ નહીં. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, રેજિમેન્ટમાં 'સર્વ ધર્મ સ્થળ' શબ્દનો ઉપયોગ થતો નથી. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે, પરિસરમાં કોઈ ચર્ચ નથી. 30 મેના રોજના પોતાના આદેશમાં, કોર્ટે એમ પણ કહ્યું હતું કે ધર્મને વરિષ્ઠ અધિકારીના કાયદેસરના આદેશથી ઉપર રાખવો એ સ્પષ્ટપણે અશિસ્તનું કાર્ય છે.

ન્યાયાધીશ નવીન ચાવલા અને ન્યાયાધીશ શાલિન્દર કૌરની બેન્ચે બરતરફીને સમર્થન આપતા પોતાના આદેશમાં તર્ક આપ્યો હતો કે, 'જ્યારે અરજદારને તેની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાનો અધિકાર છે તે હકીકતને નકારી શકાય નહીં, તેમ છતાં, જ્યારે, તેના સૈનિકોના કમાન્ડિંગ ઓફિસર હોવાને કારણે, તેની પાસે વધુ જવાબદારીઓ પણ છે કારણ કે તેણે ફક્ત યુદ્ધમાં તેમનું નેતૃત્વ જ નહીં, પરંતુ સૈનિકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા, કર્મચારીઓને પ્રેરણા આપવા અને તેમનામાં પોતાનું હોવાની ભાવના જગાડવાની છે. આ કેસમાં પ્રશ્ન બિલકુલ ધાર્મિક સ્વતંત્રતાનો નથી. તે વરિષ્ઠ અધિકારીના કાયદેસરના આદેશનું પાલન કરવાનો પ્રશ્ન છે. આ કેસમાં, અરજદારે તેના ધર્મને તેના વરિષ્ઠ અધિકારીના કાયદેસરના આદેશથી ઉપર રાખ્યો છે. આ સ્પષ્ટપણે અનુશાસનહીનતાનું કાર્ય છે.'

કોર્ટે કહ્યું કે, કમલસેનને ઘણી વખત સમજાવવામાં આવ્યું હતું. પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં. આ પછી જ તેને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ નિર્ણય તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી જ લેવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે, સેનામાં શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શિસ્ત નહીં હોય તો સેના યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. તેથી, કમલેશનને બરતરફ કરવાનો નિર્ણય યોગ્ય હતો.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.