IAS અધિકારીની પત્નીની ચેનલ પર રેડ પડી તો તેમણે જુઓ શું માગ કરી દીધી

ગુરુગ્રામ સ્થિત પાવર સ્પોર્ટ્સ ટીવીના ચીફ એડિટર કાંતિ ડી. સુરેશે હરિયાણા પોલીસને પત્ર લખીને રાજ્યના ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ બ્લેકમેલ, ઘૂસણખોરી અને તેને હેરાન કરવાને લઇને FIR દાખલ કરવાની માંગ કરી છે. કાંતિ હરિયાણાના 1995 બેચના ભારતીય પ્રશાસનિક સેવા (IAS) અધિકારી ડી. સુરેશની પત્ની પણ છે, જે એક પ્રમુખ સિચવ સ્તરના અધિકારી છે અને દિલ્હીમાં હરિયાણાના રેસિડેન્ટ કમિશનરના રૂપમાં તહેનાત છે. IAS અધિકારીનું નામ ગુરુગ્રામમાં એક સ્કૂલને જમીન આપવામાં કથિત અનિયમિતતાઓના સંબંધમાં સામે આવ્યું હતું.

કાંતિએ પોતાની પહેલી ફરિયાદ 26 એપ્રિલે DGP, હેડ ઓફિસને મોકલી હતી, જેમા 4 મે અને 10 મેના રિમાઇન્ડર પણ સામેલ હતા. તેમણે હરિયાણાના મુખ્ય સચિવ સંજીવ કૌશલ, ગુરુગ્રામના ઉપાયુક્ત નિશાંત કુમાર યાદવ અને ગુરુગ્રામના પોલીસ આયુક્ત કલા રામચંદ્રનને કોપી મોકલી છે.

યાદવે ગત અઠવાડિયે કાંતિની ફરિયાદ- જે લંડન સ્કૂલ ઓફ જર્નાલિઝ્મના પૂર્વ વિદ્યાર્થીની પણ રહ્યા છે અને દૂરદર્શનમાં પણ કામ કરી ચુક્યા છે- ને આ મામલામાં કાર્યવાહી માટે મુખ્ય સચિવને મોકલી આપી. કાંતિએ ધ પ્રિન્ટને જણાવ્યું કે, 26 એપ્રિલે, સ્ટેટ વિજિલન્સ બ્યૂરો (એસવીબી, જેને આ વર્ષની શરૂઆતમાં એન્ટી કરપ્શન બ્યૂરોના રૂપમાં નવુ નામ આપવામાં આવ્યું હતું) માંથી બે વ્યક્તિઓને તેમની ગેરહાજરીમાં ગુરુગ્રામના સેક્ટર 44માં પાવર સ્પોર્ટ્સ ટીવી ઓફિસની મુલાકાત લીધી.

તેમણે ફોન પર કહ્યું, પોતાને ગુરુગ્રામ નગર નિગમના કર્મચારીઓના રૂપમાં હાજર કરતા, તેમણે મારા અકાઉન્ટ, રાજેન્દ્ર પ્રસાદને તેમની સાથે તેમની ઓફિસ ચલાવવા માટે કહ્યું. જોકે, તેઓ તેમને ગુરુગ્રામમાં એસવીબી ઓફિસ લઈ ગયા, તેની પૂછપરછ કરી અને તેને ધમકી આપી. કાંતિએ આરોપ લગાવ્યો, તેમણે તેને કેટલાક લોકોને ઓળખવા માટે કબૂલ કરવા માટે કહ્યું, તેમને કેટલાક નકલી દસ્તાવેજ પણ બતાવવામાં આવ્યા, જેમા તેમના નામનો ઉલ્લેખ હતો. એસવીબી અધિકારીઓએ પ્રસાદનો મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધો. અધિકારીઓને પ્રાથમિકી વિના, અથવા કોઈ અન્ય યોગ્ય કારણ વિના એક પ્રાઇવેટ ઓફિસ પર છાપા મારવાનો શો અધિકાર છે? તેમણે કહ્યું, જોકે અમારી ઓફિસમાં CCTV કેમેરા છે, આથી મેં પોતાની ફરિયાદની સાથે અધિકારીઓને અમારા અકાઉન્ટન્ટના ગેરકાયદેસર અપહરણની તમામ તસવીરો અને વીડિયો પણ મોકલી આપ્યા છે.

10 મેના રોજ મોકલવામાં આવેલા પોતાના મેલમાં, કાંતિએ અધિકારીઓને લખ્યું- સંબંધિત અધિકારીએ મારા અકાઉન્ટન્ટના મોબાઇલને જપ્ત કરવાનું દુસ્સાહસ કર્યું, મારા અકાઉન્ટન્ટને મારા વિશે પૂછવાની ધૃષ્ટતા, હઠ અને દુસ્સાહસ કર્યું. તેમણે કહ્યું, મને આશા છે કે રાજ્ય જલ્દી FIR દાખલ કરશે અને આરોપીઓની આવશ્યક ધરપકડ કરશે, અમારી તપાસ, પુરાવા હરિયાણા રાજ્યમાં રહેલા માફિયાને પકડવામાં આવશ્યક મદદ પ્રદાન કરવાના ઇરાદાથી જાહેર રહેશે.

ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના એક વરિષ્ઠ અધિકારીએ કાંતિના આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. અધિકારીએ ધ પ્રિન્ટને જણાવ્યું, ગુરુગ્રામમાં SVB દ્વારા દાખલ એક FIRમાં અકાઉન્ટન્ટ, રાજેન્દ્ર પ્રસાદના તપાસમાં સામેલ થવા બદલ વિધિવત બોલાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કેટલાક આપત્તિજનક સાક્ષ્ય સામે આવ્યા હતા, જેનો ખુલાસો હું હાલ નહીં કરી શકીશ. અધિકારીએ જણાવ્યું, SVBએ પહેલા જ હરિયાણા સરકારને એક આવેદન આપ્યું છે, જેમા IAS અધિકારી (ડી. સુરેશ) ને તપાસમાં સામેલ હોવા માટે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત મંજૂરી માંગવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.