- National
- કોણ છે IPS અંજના કૃષ્ણા? જેમણે DyCM અજીત પવારને ઓળખવાનો કરી દીધો ઇનકાર, જુઓ વીડિયો
કોણ છે IPS અંજના કૃષ્ણા? જેમણે DyCM અજીત પવારને ઓળખવાનો કરી દીધો ઇનકાર, જુઓ વીડિયો
મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં IPS અંજના કૃષ્ણા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે ઉગ્ર દલીલ થતી જોવા મળી હતી. અંજનાએ ફોન પર અજીત પવારને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે મામલો ગરમાયો હતો, પરંતુ આ ઘટનાએ અંજનાની હિંમત અને પ્રામાણિકતાને ચર્ચામાં લાવી દીધી. ચાલો જાણીએ કે કોણ છે IPS અંજના કૃષ્ણા અને તેમણે UPSC ક્યારે પાસ કરી?
કોણ છે IPS અંજના કૃષ્ણા
IPS અંજના કૃષ્ણાનું પૂરું નામ અંજના કૃષ્ણા V.S છે. તેઓ 2023 બેચના IPS અધિકારી છે અને હાલમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાલામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)ના પદ પર પોસ્ટેડ છે. પોતાની પ્રામાણિકતા અને જબરદસ્ત અંદાજ માટે જાણીતા અંજનાએ 2022-23ની UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં AIR-355 મેળવ્યું હતું. અંજનાનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો અને તેઓ મલયંકીજુના રહેવાસી છે. તેમના પરિવારની પૃષ્ઠભૂમિ સાધારણ છે. તેમના પિતા બીજુ એક નાના કાપડના વેપારી છે અને માતા સીના કોર્ટમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે. અંજનાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ મેરી સેન્ટ્રલ સ્કૂલ પૂજાપપુરાથી લીધું. ત્યારબાદ તેમણે તિરુવનંતપુરમની HHMSPB NSS કોલેજ ફોર વુમન નીરમંકારામાંથી B.Sc ગણિતમાં ડિગ્રી હાંસલ કરી. અભ્યાસમાં હંમેશાં પ્રથમ રહેતા અંજનાએ ત્યારબાદ UPSCની તૈયારી શરૂ કરી દીધી. તેમણે મલયાલમ સાહિત્યને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી. તેમણે 2022-23માં ઓલ ઈન્ડિયા 355મો રેન્ક હાંસલ કર્યો અને IPS અધિકારી બની ગયા.
https://twitter.com/KhaneAnkita/status/1962766026665525454
શું છે આખો મામલો?
આ સમગ્ર મામલો સોલાપુરના માઢા તાલુકાના કુર્ડૂ ગામમાં શરૂ થયો હતો, જ્યાં ગેરકાયદેસર મુરુમ ખનનની ફરિયાદો મળી રહી હતી. DSP અંજના કૃષ્ણા કાર્યવાહી માટે ઘટનાસ્થળ પર પહોંચ્યા. ત્યાં તેમણે સ્થાનિક ગ્રામજનો અને NCP કાર્યકર્તા બાબા જગતાપ સાથે વાત કરી. જગતાપે સીધો જ નાયબ મુખ્યમંત્રી અજીત પવારને ફોન કર્યો અને અંજનાને પકડાવી દીધો. અજીત પવારે ફોન પર પોતાનો પરિચય DCM અજીત પવાર બતાવતા કાર્યવાહી રોકવાવાનું કહ્યું, પરંતુ અંજનાએ જવાબ આપ્યો કે હું તમને ઓળખતી નથી, કૃપયા પોતાના સત્તાવાર નંબર પરથી ફોન કરો.
તેના પર અજીત પવાર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, હું તમારી સામે કાર્યવાહી કરીશ, આટલી હિંમત છે તમારી? મારો ચહેરો તો ઓળખશો ને? પછી તેમણે વીડિયો કોલ કરીને મામલતદાર સાથે વાત કરવા કહ્યું. આ બહેસ લગભગ 3 કલાક ચાલી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે ગ્રામ પંચાયતની મંજૂરીથી ખનન થઈ રહ્યું હતું, પરંતુ તેઓ કોઈ સત્તાવાર દસ્તાવેજ બતાવી શક્યા નહીં. અંજનાએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી. આ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને અંજના, મામલતદાર કે પ્રાંતાધિકારીએ કોઈ નિવેદન આપ્યું નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.

