Hyundai Exter કદમાં નાની પણ સલામતી જબરદસ્ત! આ ખાસ ફીચર્સ લોઅર વેરિઅન્ટમાં પણ

Hyundai Motor India તેની નવી mini SUV Hyundai Exter લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી, કંપની સતત આ SUVના તમામ ટીઝર રિલીઝ કરી રહી છે, જેમાં તેની સાથે જોડાયેલા કેટલાક ખાસ ફીચર્સ પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. હવે Hyundai Exterનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે મુજબ તેમાં ઘણા એવા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ જોવા મળશે જે તેના હરીફ મોડલ્સમાં જોવા મળતા નથી. એવું માનવામાં આવે છે કે, આ SUV સાઈઝમાં નાની હોઈ શકે છે પરંતુ તેના ફીચર્સ ખૂબ જ પ્રભાવશાળી હશે. 

Hyundai Exterના નવા ટીઝર અનુસાર, કંપની આ SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સામેલ કરી રહી છે, જેનો અર્થ છે કે, આ ફીચર બેઝ અથવા ટોપ ઓલ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. સબ-ફોર મીટર સેગમેન્ટમાં આ પહેલી કાર હશે, જે સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ ઓફર કરશે. આ સિવાય હિલ આસિસ્ટ કંટ્રોલ (HAC), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન (EBD), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવી સુવિધાઓ પણ આ SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી રહી છે. એટલે કે તમને દરેક વેરિઅન્ટમાં આ તમામ ફીચર્સ મળશે. 

આ નવા ટીઝર અનુસાર, કંપની હ્યુન્ડાઈ એક્સ્ટરમાં 40થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કરવાનો દાવો કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આમાંથી 26 સેફ્ટી ફીચર્સ એવા હશે કે કંપની તેને તમામ વેરિએન્ટમાં ઓફર કરી શકે છે. 

Hyundai Exterની સલામતી અંગે ટિપ્પણી કરતાં, Hyundai Motor India Ltd.ના COO, તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, 'મોબિલિટી બેન્ચમાર્કને ફરીથી વ્યાખ્યાયિત કરતી કાર સાથે ગ્રાહક અનુભવને વધારવાનો અમારો પ્રયાસ છે. Hyundai EXTER એક ખૂબ જ અદ્ભુત કાર છે.' તેમણે ઉમેર્યું, 'અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે Hyundai EXTERએ ભારતની પ્રથમ સબ-4-મીટર SUV છે જે સ્ટાન્ડર્ડ તરીકે 6-એરબેગ્સથી સજ્જ છે.' 

કંપનીએ નવી એક્સ્ટરને બોક્સી ડિઝાઇન આપી છે. હાલમાં જ તેને દક્ષિણ કોરિયાના માર્કેટમાં ટેસ્ટિંગ દરમિયાન પણ જોવામાં આવ્યું હતું. હવે કંપનીએ ભારતીય સ્પેક્સ મોડલની ડિઝાઈન પણ સંપૂર્ણ રીતે બતાવી દીધી છે. કંપની આ SUVને નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ 'રેન્જર ખાકી' નામ આપ્યું છે. આ પેઇન્ટ સ્કીમ ભારતમાં પહેલીવાર એક્સ્ટર સાથે ઓફર કરવામાં આવી રહી છે. 

એક્સ્ટરમાં, કંપની 1.2-લિટર Kappa પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે, જે તમે ગ્રાન્ડ i10 Nios, i20 અને Venue જેવા મોડલમાં જોયું છે. જો કે તેના પાવર આઉટપુટ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, તે 83hp પાવર અને 114Nm ટોર્ક જનરેટ કરશે. આ SUV કંપની ફીટેડ CNG વેરિઅન્ટમાં પણ ઓફર કરવામાં આવશે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. 

Hyundai Exter કુલ પાંચ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે, જેમાં ટોચના મોડલ તરીકે EX, S, SX, SX(O) અને SX(O) Connectનો સમાવેશ થાય છે. શક્ય છે કે, તેના ટોપ વેરિઅન્ટમાં કેટલીક કનેક્ટેડ કાર ફીચર્સ પણ જોવા મળશે. બજારમાં આવ્યા પછી, આ SUV મુખ્યત્વે ટાટા પંચ, રેનો કિગર, નિસાન મેગ્નાઈટ જેવા મોડલ સાથે સ્પર્ધા કરશે. 

હમણાં તેની કિંમત વિશે કંઈપણ કહેવું વહેલું છે, પરંતુ એટલું ચોક્કસ છે કે તે Hyundaiની સૌથી સસ્તી SUV હશે. હ્યુન્ડાઈ વેન્યુ વર્તમાન પોર્ટફોલિયોમાં સૌથી સસ્તું છે, જેની કિંમત રૂ. 7.72 લાખથી શરૂ થાય છે. 

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.