મનીષ સિસોદિયાની જેલમાંથી ચિઠ્ઠી- PMનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જેલથી દેશના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાના પર લેતા ચિઠ્ઠી લખી છે, આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઓછું ભણેલા હોવું દેશ માટે ખતરનાક છે. મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે આખા દેશમાં 60 હજારથી શાળાઓ બંધ કરી દીધી છે. મનિષ સિસોદિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, દેશની પ્રગતિ માટે વડાપ્રધાનનું ભણેલું-ગણેલું હોવું જરૂરી છે.

મનિષ સિસોદિયાએ પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે, વડાપ્રધાન જ્યારે વાત કહે છે કે ગંદા નાળામાંથી ગેસ કાઢીને ચા બનાવી શકાય છે, ત્યારે મારું દિલ બેસી જાય છે. મનિષ સિસસોદિયાએ જેલથી દેશના નામે લખેલી ચિઠ્ઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવૈધાનિકતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાની ચિઠ્ઠીમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન ઓછા ભણેલા છે એટલે દુનિયાના રાષ્ટ્રાધ્યક્ષો તેમને ગળે લગાવીને ન જાણે કેટલાય કાગળો પર સહી કરાવી લે છે કેમ કે વડાપ્રધાન સમજી જ શકતા નથી કેમ કે તેઓ ઓછા ભણેલા-ગણેલા છે.

મનિષ સિસોદિયાએ આગળ લખ્યું કે, આજે દેશના યુવાનો મહત્ત્વકાંક્ષી છે, તેઓ કંઈક કરવા માગે છે અને તેઓ અવસરની તપાસમાં છે, તેઓ દુનિયા જીતવા માગે છે, સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તે કમાલ કરવા માગે છે. શું એક ઓછા ભણેલા-ગણેલા વડાપ્રધાન આજે યુવાઓના સપાનાઓને પૂરા કરવાની ક્ષમતા રાખે છે? હાલના વર્ષોમાં આખા દેશમાં 60 હજાર સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી, કેમ? એક તરફ દેશની વસ્તી વધી રહી છે તો સરકારી શાળાઓની સંખ્યા પણ તો વધવી જોઈતી હતી.

અરવિંદ કેજરીવાલે આ ચિઠ્ઠી પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, મનિષ સિસોદિયાએ જેલથી દેશના નામે ચિઠ્ઠી લખી છે. વડાપ્રધાનનું ઓછું ભણેલા-ગણેલા હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક, મોદીજી વિજ્ઞાનની વાતો નથી સમજતા, મોદીજી શિક્ષણનું મહત્ત્વ નથી સમજતા, છેલ્લા થોડા વર્ષોમાં 60,000 શાળાઓ બંધ કરી દેવામાં આવી.

ભારતની પ્રગતિ માટે ભણેલા-ગણેલા વડાપ્રધાન હોવા જરૂરી. અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, મોદીને વોટ આપનાર 99.99 ટકા લોકોને કોઈ ફરક પડતો નથી કે મોદીજીની ડિગ્રી શું છે? ઊલટાનું તેમાં વધારે રુચિ લઈ રહ્યા છે અને તપાસ પણ કરી રહ્યા છે કે IITની ડિગ્રીવાળાએ એવો કયો તાર મારી લીધો ભલો?

About The Author

Related Posts

Top News

સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

મુળ હરિયાણાના ઝજ્જરની દીકરી અને દક્ષિણ ગુજરાતમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી પ્રીતિ વત્સની ISROમાં સાયન્ટિસ્ટ તરીકે...
National 
સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.