- National
- કોંગ્રેસને હિન્દુ ધર્મથી નફરત, મુસ્લિમ તેના માટે સાસરિયાના પરિવાર સમાનઃ BJP નેતા
કોંગ્રેસને હિન્દુ ધર્મથી નફરત, મુસ્લિમ તેના માટે સાસરિયાના પરિવાર સમાનઃ BJP નેતા

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કે.એસ. ઈશ્વરપ્પાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મસ્જિદો તોડી પાડવામાં આવશે અને મંદિર બનાવવામાં આવશે. તેમના આ નિવેદન બાદ હોબાળો થવો નક્કી છે. કોંગ્રેસના નેતાઓએ અત્યાર સુધી તેમના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઈશ્વરપ્પાએ કહ્યું કે, ‘જેમ અયોધ્યામાં થયું છે, એવું જ કાશી વિશ્વનાથ મંદિરમાં થશે અને એવું જ મથુરા શ્રીકૃષ્ણ મંદિર પણ હશે.
જ્યાં જ્યાં મુઘલોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે, એ બધી જગ્યાઓ પર આજે કે કાલે અમે મસ્જિદો તોડી દઇશું અને મંદિર બનાવવામાં આવશે.’ હાવેરીમાં ઉપસ્થિત ઈશ્વરપ્પાનો દાવો છે કે કર્ણાટકમાં મુસ્લિમોની જગ્યાઓ પર કોંગ્રેસ સત્તામાં આવી. ઈશ્વરપ્પા અહીં જ ન રોકાયા, તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસને હિન્દુ ધર્મથી નફરત છે, મુસ્લિમ તેના માટે સાસરિયાના પરિવાર સમાન છે. જો મુસ્લિમ ન હોત તો કોંગ્રેસ અત્યાર સુધી સમાપ્ત થઈ ગઈ હોત.
મુસ્લિમોના કારણે કોંગ્રેસ આજે પણ કર્ણાટકમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જોર લગાવી રહી છે. ઈશ્વરપ્પાની ગણતરી કર્ણાટકમાં ભાજપના મોટા નેતાઓમાં થાય છે. કર્ણાટકમાં હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર થવા અગાઉ જ ચૂંટણી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. ઈશ્વરપ્પા કર્ણાટક સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી રહી ચૂક્ય છે. તેમના ઉપર કોન્ટ્રાકટર સંતોષ પાટિલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
કોણ છે ઈશ્વરપ્પા?
ઈશ્વરપ્પાનો જન્મ 10 જૂન 1948ના રોજ બેલ્લારી જિલ્લામાં થયો હતો. વર્ષ 1950ના દશકમાં તેમનો પરિવાર બેલ્લારીથી શિમોગા આવી ગયો. તેમના પિતા એક માર્કેટમાં દહાડી મજૂરીનું કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ નબળી જોતા ઈશ્વરપ્પાએ પણ કામમાં હાથ લંબાવાની શરૂઆત કરી, જેનો તેની માતાએ વિરોધ કર્યો. તેમની માતાએ તેમને કામની જગ્યાએ અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું. વિદ્યાર્થી જીવનમાં ઈશ્વરપ્પા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાઈ ગયા.
શિમોગામાં કોલેજમાં અભ્યાસ કરતા ABVPમાં એક્ટિવ રહ્યા. ગ્રેજ્યૂએશન કર્યા બાદ ઈશ્વરપ્પાએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ઇમરજન્સી દરમિયાન જેલ જઈ ચૂકેલા ઈશ્વરપ્પા શિમોગાથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2006-07માં જ્યારે કર્ણાયકમાં ભાજપ અને જનતા દળ (S)ની મિશ્ર સરકાર બની તો તેમને મંત્રી બનાવવામાં આવ્યા. પછી વર્ષ 2008માં ભાજપની જીત બાદ બી.એસ. યેદિયુરપ્પાની સરકારમાં વીજળી મંત્રી રહ્યા. ત્યારબાદ વર્ષ 2012-13માં જગદીશ શેટ્ટાર સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું
Opinion
