રિટાયર્ડ કલાર્કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી

હરિયાણાના ભિવાનીના ચાંગ ગામના રિટાયર્ડ ક્લાર્ક જગત સિંહે 9 સપ્ટેમ્બરના રોજ થનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. સિંહ આ અગાઉ 3 વખત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે તેમનું ઉમેદવારીપત્ર નકારી દેવામાં આવ્યું હતું. આ વખત પણ તેમનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

election of vice president of india
bhaskar.com

જતાગ સિંહે દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે, ‘મેં છેલ્લી 21 તારીખ અંતિમ તારીખે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીપત્ર ભર્યું છે. મને અનુભવ થયો છે કે દુઃખ શું હોય છે. મને ખબર છે કે બધા વિભાગોમાં શું-શું હોવું જોઈએ છે. હું ચૌધરી ધર્મવીર સિંહ મહેન્દ્રગઢ ભિવાની લોકસભા બેઠકથી સાંસદ છું. હું તેમની પાસે ગયો અને તેમણે જણાવ્યું કે તેઓ દિલ્હી જઈ રહ્યા છે. હું મેટ્રોથી ગયો હતો અને 11:00-3:00 વાગ્યાનો સમય છે, ત્યારબાદ મેં ત્યાં પણ મારું ઉમેદવારીપત્ર દાખલ કર્યું.

કોણ છે જગત સિંહ?

હવે જગત સિંહની વાત કરીએ તો તેમણે પોતાનું કરિયર રાજ્ય વીજળી નિગમમાં મીટર રીડર તરીકે શરૂઆત કરી હતી અને 36 વર્ષ અને 2 મહિના સુધી ત્યાં વિવિધ પદો પર કામ કર્યું હતું. વર્ષ 2012માં તેઓ UDC પદ પરથી રિટાયર્ડ થયા. રિટાયરમેન્ટ બાદ તેમણે 2012, 2017 અને 2022ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીએ પી.એ. સંગમાને હરાવ્યા હતા. વર્ષ 2017માં રામનાથ કોવિંદ મીરા કુમારને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં દ્રૌપદી મૂર્મુએ યશવંત સિંહાને હરાવ્યા હતા.

17]

જગત સિંહ અત્યાર સુધીમાં 2 વખત લોકસભાની ચૂંટણી અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમણે હરિયાણાની ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમને 732 મત મળ્યા હતા. ત્યારબાદ 2024માં તેમણે ફરીથી હિસાર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ત્યારે તેમને માત્ર 382 મત મળ્યા હતા. આ વર્ષે તેમણે ભિવાની વિધાનસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. જેમાં તેમને માત્ર 72 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.

સી.પી. રાધાકૃષ્ણન અને બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ભાજપની આગેવાની હેઠળના NDAના સી.પી. રાધાકૃષ્ણન અને INDIA બ્લોકના બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોવાળા ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત તાકત 787 હોવા સાથે, ઉમેદવારને જીત સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા 394 મતોની જરૂર હોય છે.

election of vice president of india
jagran.com

NDA પાસે આ સમયે 422 સાંસદ છે, જે રાધાકૃષ્ણનને નિર્ણાયક લીડ આપે છે. તેમાં 542 સભ્યોની લોકસભામાં 293 સાંસદો અને 245 સભ્યોની રાજ્યસભામાં 129 સાંસદો ઉપરાંત નોમિનેટેડ સભ્યોનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત INDIA બ્લોક પાસે લગભગ 300 મતો છે. તેમાં કોંગ્રેસ, DMK, સમાજવાદી પાર્ટી, શિવસેના (UBT), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર), રાષ્ટ્રીય જનતા દળ (RJD), ઝારખંડ મુક્તિ મોરચા (JMM), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), આમ આદમી પાર્ટી (AAP) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.