આ સાંસદના મતે નીતિશ કુમારનું માનસિક સ્વાસ્થ ઠીક નથી

નીતિશ કુમારે ભાજપના સમર્થનથી સરકાર બનાવ્યા બાદ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે તેમની પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનની સ્થિતિ સારી છે. મમતા બેનર્જી હજુ બહાર નથી થયા, આમ આદમી પાર્ટી પણ અલગ નથી થઈ, ફક્ત નીતિશ કુમારનો આ ખેલ ચાલતો રહે છે. તેમનું માનસિક સ્વાસ્થ ઠીક નથી. અમે તેમને ઘણા સમયથી નજીકથી જાણીએ છીએ. છેલ્લા થોડા દિવસથી તેઓ બીમાર છે. આના અમુક વ્યક્તિગત કારણો હોય શકે છે.  નીતિશ કુમારના અમારાથી દૂર જવાથી બિહારની રાજનીતિમાં કોઈ ફરક પડે એવું મને નથી લાગતું. કોંગ્રેસ, તેજસ્વી યાદવ અને અન્ય નાની પાર્ટીઓ અમારી સાથે છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હીમાં કોંગ્રેસ અને તેમના વચ્ચે સહમતિ બની ચૂકી છે. જલદી જ આની જાહેરાત કરવામાં આવશે. પંજાબની સ્થિતિ અલગ છે, જેમ કેરળ અને બંગાળમાં છે.

ઓવૈસીએ કાઢી નીતિશ કુમારની ઝાટકણી

નીતિશ કુમારના ભાજપ સાથે મળીને સરકાર બનાવવાના સમાચાર બાદ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, નીતિશ કુમારને બિહારની જનતાથી માફી માગવી પડશે. તેમણે બિહારની જનતાને દગો આપ્યો છે. નીતિશ કાલ સુધી કહી રહ્યા હતા કે ઓવૈસી ભાજપની બી ટીમ છે, હવે તેમને એ જ સીટ પર જઈને બેસવામાં કોઈ શરમ નથી આવી રહી? હું સતત કહી રહ્યો હતો કે નીતિશ કુમાર પાછા જશે. નીતિશ કુમાર દ્વારા બિહારની જનતા સાથે દગો કરવામાં આવ્યો છે. ત્યાં કોઈ વિકલ્પ નથી, શું એ ત્રણેયે સાથે રહેવાનું એકબીજાને વચન નહોતું આપ્યું. નીતિશ કુમારે PM મોદીના વિરુદ્ધમાં શું-શું નથી કહ્યું અને હવે ભાજપની સાથે થઈ ગયા. PM મોદી, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને બિહારની જનતાની માફી માગવી જોઈએ.

બિહારના CM નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું, જેનાથી બિહારમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો અંત આવ્યો. આ સાથે પટનામાં PM નરેન્દ્ર મોદી અને CM નીતિશ કુમારની તસવીરોવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. CM નીતીશ કુમાર BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પાછા ફર્યા. તેમણે મહાગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે.

બિહારના CM નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે. હવે તેઓ BJP સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. CM નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં PM નરેન્દ્ર મોદી સાથે CM નીતીશ કુમારની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે, 'નીતિશ દરેકના છે, સબ પર બીસ- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.'

અહીં તમને જણાવી દઈએ કે, CM નીતિશ કુમારે આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કર્યા પછી બિહારના CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જનતા દળ (યુનાઈટેડ)ના દિગ્ગજ નેતાઓ હવે BJP સાથે મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

About The Author

Related Posts

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.