AAP નેતા સાથે CM રેખા ગુપ્તાના હુમલાખોરનો ફોટો બતાવીને BJPએ કહ્યું, કેજરીવાલ જી, 'એ રિશ્તા ક્યાં કહલાતા હૈ?'

બુધવારે સવારે જનતા દરબાર (જાહેર સુનાવણી) દરમિયાન દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. આ પછી રાજકારણ ગરમાયું છે. BJPના ધારાસભ્ય હરીશ ખુરાનાએ આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે, જે શંકા હતી તે થયું. અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઇટાલિયા સાથેના હુમલાખોરનો ફોટો ઘણું બધું કહી જાય છે.

Rekha Gupta Attacker
aajtak.in

BJPના ધારાસભ્ય હરીશ ખુરાનાએ પોતાની X પોસ્ટમાં કહ્યું હતું કે, આજે દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો થયો છે, તેનો આમ આદમી પાર્ટી સાથેનો સંબંધ સ્પષ્ટપણે દેખાય છે. તેમણે CM રેખા ગુપ્તાના હુમલાખોરનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સાથે ઉભેલો જોવા મળે છે. આ અંગે હરીશ ખુરાનાએ પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે, કેજરીવાલ જી, કૃપા કરીને સમજાવો કે આ 'એ રિશ્તા ક્યાં કહલાતા હૈ.'

CM Rekha Gupta
jagran.com

BJPના ધારાસભ્ય હરીશ ખુરાનાએ પ્રશ્ન ઉઠાવ્યો તે પહેલાં, દિલ્હી સરકારના બે મંત્રીઓએ ગંભીર દાવો કર્યો હતો. દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાના મતે, આ હુમલો CM રેખા ગુપ્તાને મારવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. આ કોઈ સામાન્ય હુમલો નથી, તે નફરતથી ભરેલો હુમલો છે. આરોપીએ પહેલા રેકી કરી, વીડિયો બનાવ્યો અને પછી હુમલો કર્યો. તેમણે કહ્યું કે, આરોપીઓ સાથે બીજા લોકો પણ હોઈ શકે છે. બીજી તરફ, દિલ્હીના અન્ય મંત્રી પ્રવેશ વર્માએ દાવો કર્યો કે, આરોપીઓએ હુમલા પહેલા ચોવીસ કલાક સુધી CM રેખા ગુપ્તાની રેકી કરી હતી. તેમણે શાલીમાર બાગમાં CM રેખા ગુપ્તાના ઘરની પણ રેકી કરી હતી.

આ હુમલા પછી CM રેખા ગુપ્તાનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર થયેલો હુમલો ફક્ત મારા પર જ નહીં, પરંતુ દિલ્હીની સેવા અને લોકોના કલ્યાણ માટેના અમારા સંકલ્પ પર કાયરતાપૂર્ણ પ્રયાસ છે. સ્વાભાવિક રીતે, આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે હું સારું અનુભવી રહી છું. હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે, કૃપા કરીને મને મળવાની તસ્દી ન લો. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ.

Rekha Gupta Attacker
navbharattimes.indiatimes.com

CM રેખાએ કહ્યું કે, આવા હુમલાઓ મારી હિંમત અને જનતાની સેવા કરવાના સંકલ્પને ક્યારેય તોડી શકશે નહીં. હવે હું પહેલા કરતાં વધુ ઉર્જા અને સમર્પણ સાથે તમારી વચ્ચે રહીશ. જાહેર સુનાવણી અને જાહેર સમસ્યાઓનું નિરાકરણ પહેલાની જેમ જ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેશે. તમારો વિશ્વાસ અને સમર્થન જ મારી સૌથી મોટી તાકાત છે. હું તમારા અપાર પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.