‘PM મોદી પાસે ભારત માટે આગામી 1000 વર્ષોનું વિઝન’, સ્વામી અવધેશાનંદે PMને ગણાવ્યા મહાપુરુષ

જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની યાત્રા દરમિયાન ભારતની પ્રગતિ માટેના દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીની પ્રાથમિકતામાં આગામી 1000 વર્ષો માટે ભારતની સમૃદ્ધિ સામેલ છે. તેઓ મહાપુરુષ છે. વડાપ્રધાન મોદીએ ગુડી પડવાના અવસર પર રવિવારે RSS મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન તરીકેની વડાપ્રધાન મોદીની RSS મુખ્યલયમાં આ પહેલી મુલાકાત હતી. અટલ બિહારી વાજપેયી બાદ સંઘના મુખ્યાલય જનારા તેઓ બીજા વડાપ્રધાન પણ બન્યા. સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે, 'વડાપ્રધાને ભારતને આગામી 1,000 વર્ષો માટે તૈયાર કરવાની વાત કરી, જેથી તેની શક્તિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય.'

શું બોલ્યા જૂના અખાડાના મહામંડલેશ્વર?

તેમણે ભારતીય સંસ્કૃતિના કલ્યાણકારી પહેલુઓ પર ભાર મૂક્યો, ખાસ કરીને 'વસુધૈવ કુટુંબકમ'ની વિચારધારા પર. તેમણે કહ્યું કે, તે સદીઓથી માનવતાને કલ્યાણ તરફ માર્ગદર્શિત કરતી રહી છે ('વસુધૈવ કુટુંબકમ'ની વિચારધારા). વડાપ્રધાને RSSના સંસ્થાપક ડૉ. હેડગેવાર અને દ્વિતિય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની શિક્ષાઓને આગળ વધારવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીની શાસન શૈલી પર ચર્ચા કરતા, સ્વામી અવધેશાનંદે ઈન્ટરનેટ મીડિયા પર પ્રસારિત એક વીડિયોનો ઉલ્લેખ કર્યો, જેમાં વડાપ્રધાન મોદી RSSના પ્રમુખ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા વખતે હસતા જોવા મળી રહ્યા છે.

swami-avdheshanand-giri2
organiser.org

 

વડાપ્રધાનના સ્મિત પાછળનું કારણ જણાવતા સ્વામીએ કહ્યું કે, 'જ્યારે હું તેમની પ્રશંસા કરી રહ્યો હતો, ત્યારે તેઓ બસ હસવા લાગ્યા. તેમણે અમારી પ્રશંસાનો સ્વીકાર ન કર્યો. તેની જગ્યાએ તેમણે તેને ઇશ્વરીય આશીર્વાદનું પરિણામ ગણાવ્યું. તેઓ વાસ્તવમાં માને છે કે, જે કંઈ પણ તેમણે હાંસલ કર્યું છે તે તેમની મહેનતનું પરિણામ નથી, પરંતુ ભગવાનની કૃપાનું પરિણામ છે.

મહામંડલેશ્વરે વડાપ્રધાન મોદીની વિનમ્રતાની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે રાષ્ટ્રની ભલાઇ માટે પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું. તેમનામાં અહંકારનું કોઈ નામોનિશાન નથી. તેઓ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા, મિલનસાર છે અને ભારતની સંસ્કૃતિને પરિભાષિત કરનારા મૂલ્યો સાથે ઊંડાણથી જોડાયેલા રહ્યા. તેઓ એક મહાપુરુષ છે, છતા પણ ખૂબ જ વિનમ્ર છે. રાષ્ટ્રનું નેતૃત્વ કરતા સાદગીમાં રહેવાની તેમની ક્ષમતા અજોડ છે.

swami-avdheshanand-giri
ibc24.in

ગાય જ્યાં રહે છે તે જગ્યાને અસ્વચ્છ કહેનારા વિપક્ષની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સ્વામી અવધેશાનંદે કહ્યું કે, મોદીએ ગાયને માતાનો દરજ્જો આપવા પર ભાર આપ્યો છે. તેમનું કહેવું છે કે, તે ન માત્ર ભારત, પરંતુ સમગ્ર વિશ્વ માટે લાભકારી છે. સ્વામીએ વિપક્ષની નિંદા કરતા કહ્યું કે, તેઓ દેશના ઐતિહાસિક વ્યક્તિત્વોનું અપમાન કરી રહ્યા છે. તેમણે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગાને ગદ્દાર કહેવાની ટિપ્પણી પર સખત નિંદા કરી અને કહ્યું કે, ભારત પોતાના સાચા નાયકોનું અપમાન ક્યારેય સહન નહીં કરે.

Related Posts

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.