અમેરિકાના ડેલિગેશનને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવી હતી, પરંતુ...

અમેરિકાના પ્રતિનિધિ મંડળની પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી, અમિતાભ સહિતના અનેક લોકો સાથે મુલાકાત કરાવવામાં આવી, પરંતુ રાહુલ ગાંધી સાથે મુલાકાત ન કરવામાં આવી તેનાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી છે.

સરકારના આમંત્રણ પર અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું અને આ ડેલિગેશનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર અને દેશની અનેક મહાન હસ્તીઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત શક્ય ન બની, જ્યારે આ મીટિંગ પહેલીથી નક્કી થયેલી હતી. અમેરિકાના પ્રતિનિધિ મંડળે જ રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી.

કોંગ્રેસના ડેટા એનાલિટિક્સ વિભાગના પ્રમુખ પ્રવીણ ચક્રવતીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, અમેરિકાના પ્રતિનિધિ મંડળે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાની ઇચ્છા વ્યકત કરી હતી અને આ બાબતે રાહુલ ગાંધીની ઓફિસને પણ જાણ કરવામાં આવી હતી. અમેરિકન પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે અમારે ભારતના વિદેશ મંત્રાલયને જાણ કરવી પડશે. જેના જવાબમાં પ્રવીણ ચક્રવર્તીએ કહ્યું હતુ કે તમે બધા અમેરિકાના ચૂંટાયેલા સાંસદો છે તમે ભારતમાં કોઇને પણ મળવા માટે સ્વતંત્ર છો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવ્યા મુજબ,ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે,અમેરિકાથી આવેલા સાંસદો જેમને મળવા માંગતા હતા તેવા અનેક લોકો સાથે મુલાકાત નક્કી કરવામાં આવી હતી. જેમાં ગાંધીજીના પ્રપ્રોત્ર તુષાર ગાંધી, બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિતના અનેક લોકો સામેલ હતા.સૂત્રોએ કહ્યું હતું કે અમેરિકન સાંસદોની કોઇ વિપક્ષી નેતા સાથે મુલાકાત નક્કી નહોતી થઇ.

અમેરિકન સાંસદ આરો ખન્ના સાથે મુલાકાત પછી તુષાર ગાંધીએ ટ્વીટ કરીને  આરો ખન્નાને ભારતની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે અત્યારે ભારત નફરત, વિભાજન અને હિંસાની ખાઇમાં ધકેલાઇ રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે આરઓ ખન્નાએ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી, પરંતુ રાહુલ ગાંધી સાથે મુલાકાત ન કરાવવામાં આવી. પરંતુ તેમણે JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદના પિતા અને હિંસા પ્રભાવિત મણિપુરના કેટલાંક પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરાવી હતી.

આરો ખન્ના યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિમંડળના ચાર વખત સભ્ય છે. તે સિલિકોન વેલીથી આવે છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ખન્ના અને કેટલાક અન્ય યુએસ સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.