દેશને આજે મળી જશે નવા ઉપરાષ્ટ્રપતિ, કેવી રીતે થાય છે પસંદગી, કેટલી સેલેરી હશે? જાણો સંપૂર્ણ વિગત

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જુલાઈ 2025માં સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી દીધું હતું. ત્યારથી ઉપરાષ્ટ્રપતિની ખુરશી ખાલી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા આજે સંસદ ભવનમાં સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા દરમિયાન થશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ મહારાષ્ટ્રના ગવર્નર સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા ચ્હે જ્યારે INDIA બ્લોક દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદરશન રેડ્ડીને મેદાનમાં ઉતરાયા છે. દેશને આજે જ નવા ઉપરાષ્ટ્રપતિ મળી જશે. આ ચૂંટણી બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો વચ્ચે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે ચૂંટણી પંચ, રાજ્યસભા સચિવાલય અને દરેક સંસદીય સચિવને તેમાં સામેલ કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિબાદ બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય પદ ધરાવે છે. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. જો કાર્યકાળની વચ્ચે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે, તો તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ પણ બને છે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, જેને લંબાવી પણ શકાય છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિની પસંદગી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો (ચૂંટાયેલા અને નામાંકિત)નો સમાવેશ થાય છે.

kp-oli1
livemint.com

મતદાન કેવી રીતે થાય છે?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી Proportional રિપ્રેઝન્ટેશનલ પ્રણાલી હેઠળ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય છે. આમાં, સાંસદો તેમના પસંદગીના ઉમેદવાર માટે ક્રમિક રીતે મતદાન કરે છે. જો કોઈ ક્વોટા પ્રથમ પસંદગીમાં પૂર્ણ ન થાય, તો મતો આગામી પસંદગીમાં ટ્રાન્સફર થઈ જાય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે થાય છે?

જો ઉપરાષ્ટ્રપતિ અચાનક કોઈ કારણોસર રાજીનામું આપે છે, એટલે કે, જો આ પદ અચાનક ખાલી થઈ જાય તો બંધારણ (કલમ 63(2)) અનુસાર, શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ થવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ પદ માટે વર્તમાન ચૂંટણી ચોમાસુ સત્ર બાદ નિયમો અનુસાર થઈ રહી છે.

ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો છે?

ઉપરાષ્ટ્રપતિ પદ માટે અલગ પગારની કોઈ જોગવાઈ નથી. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમને દર મહિને 4 લાખ રૂપિયા પગાર તરીકે આપવામાં આવે છે. તેમને આવાસ, તબીબી સુવિધા, મુસાફરી (હવાઈ, રેલવે), ઓફિસ ખર્ચ, સુરક્ષા, ફોન સેવા અને પેન્શન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. પેન્શનનું સ્તર પૂર્વવર્તી પગારના 50% હોય છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને ફરીથી ચૂંટાઈ આવવાની પણ શક્યતા હોય છે. જો કાર્યકાળ પૂરો થયા બાદ પણ કોઈ નવા પદાધિકારીએ ન આવે, તો તેઓ આગળ કામ કરતા રહે છે.

Vice-President-Election1
ndtv.com

ઉપરાષ્ટ્રપતિના અધિકારો અને ફરજો

ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે- તેમની પાસે કાર્યવાહીનું સંચાલન, અનુશાસન, સભ્ય ગેરલાયકાત (પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ) જેવી બાબતોમાં અંતિમ અધિકાર હોય છે. જો રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે (મૃત્યુ, રાજીનામું અથવા અન્ય કારણોસર), તો તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બને છે અને રાષ્ટ્રપતિના અધિકારોનું નિર્વહન કરે છે.

ઉપરાષ્ટ્રપતિ ક્યાં રહે છે?

આ વખતે ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે, એટલે કે, તેઓ નવી લાઇનમાં 14મા હશે. તેમને નવી દિલ્હીના ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવમાં રહેવાની સુવિધા મળશે. આ સેન્ટ્રલ વિસ્ટા રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલ એક આધુનિક કેમ્પસ છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ માત્ર બંધારણીય પદ નથી. તેઓ સંસદની કાર્યપ્રણાલી અને બંધારણીય સ્થિરતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ લોકશાહીની મજબૂતાઈ દર્શાવે છે.

snakes1
chitralekha.com

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) હતા. તેમણે પછીથી રાષ્ટ્રપતિ તરીકે પણ કામ કર્યું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.