- National
- બિહાર બાદ આખા દેશમાં બદલાશે વોટર ID કાર્ડ, SIR દ્વારા નવી ટેક્નિકવાળા ઓળખ પત્ર જાહેર કરશે ચૂંટણી પંચ...
બિહાર બાદ આખા દેશમાં બદલાશે વોટર ID કાર્ડ, SIR દ્વારા નવી ટેક્નિકવાળા ઓળખ પત્ર જાહેર કરશે ચૂંટણી પંચ
હવે દેશમાં જ્યાં પણ મતદાર યાદીનું SIR થશે, ત્યાં મતદારોને નવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મતદાર ઓળખ કાર્ડ મળશે. એટલે કે, બિહારમાં જાહેર કરવામાં આવેલું SIR પૂર્ણ થયા બાદ, હવે રાજ્યના તમામ યોગ્ય મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ આપવાની યોજના અમલમાં મૂકાવાની છે. જોકે આ માહિતી આવ્યા બાદ ચૂંટણી પંચે અત્યાર સુધી નવા કાર્ડ આપવાની સમયમર્યાદા આપી નથી.
આયોગના ઉચ્ચ પદ પર રહેલા અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, જ્યારે મતદારોને મતગણતરી ફોર્મ આપવામાં આવ્યા હતા, ત્યારે તેમને તેમની નવી તસવીરો પણ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા મતદાર ઓળખ કાર્ડમાં આ તસવીરો હશે. બિહારની મતદાર યાદીનો ડ્રાફ્ટ 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ યાદી મુજબ રાજ્યમાં 7.24 કરોડ મતદારો છે. અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરના અંત અથવા નવેમ્બરના મધ્ય સુધીમાં કરવવાની શક્યતા છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે અગાઉ નવી વિધાનસભાની રચના થવી અનિવાર્ય છે. આયોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મતગણતરી ફોર્મ ભરનારા 99 ટકા લોકોએ પોતાના દસ્તાવેજો સબમિટ કર્યા છે. ચૂંટણી પંચને મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે 2 લાખ અરજીઓ અને મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે 33,000 અરજીઓ મળી છે.
રાજ્યમાં રાજકીય પક્ષોના 1 લાખ 61 હજારથી વધુ બૂથ લેવલ એજન્ટો છે, પરંતુ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કોઈપણ નામ દૂર કરવા અથવા કોઈપણ છૂટી ગયેલા મતદારનું નામ સામેલ કરવા માટે એક મહિનાનો સમયગાળો પસાર થઈ ગયા બાદ મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે 10 નામ સામેલ કરવા માટે અરજી કરી છે. જ્યારે CPI (ML)એ 15 નામ ઉમેરવા અને 103 નામ હટાવવા માટે અરજીઓ મોકલી છે. બાકીના 10 રજિસ્ટર્ડ પાર્ટીઓએ એક પણ અરજી મોકલી નથી. એટલે કે માનો ડ્રાફ્ટ યાદી તેમની નજરમાં સાચી છે.
આખા બિહારમાં 33,326 લોકોએ મતદાર યાદીમાં પોતાના નામ સામેલ કરવા માટે અરજી કરી છે. તેમના નામ ડ્રાફ્ટ યાદીમાંથી ગાયબ હતા. મતદાર યાદીમાંથી પોતાના નામ દૂર કરવા માટે 2 લાખ 07 હજાર 565 લોકોએ અરજી કરી છે. આ ઉપરાંત બિહાર એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં મતદાનના દિવસે મતદાન મથકો પર ઓછી ભીડ થાય તે સુનિશ્ચિત કરવા માટે તર્કસંગતીકરણ પ્રક્રિયાના ભાગ રૂપે દરેક મતદાન મથક પર મતદારોની સંખ્યા 1,500થી ઘટાડીને મહત્તમ 1,200 કરી દેવામાં આવી છે. આ બદલાવને કારણે અહીં કુલ બૂથની સંખ્યા 77,000થી વધીને 90,000 થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તર્કસંગતીકરણ પ્રક્રિયા આખરે સમગ્ર ભારતમાં લાગૂ કરવામાં આવશે. એટલે કે, દેશભરમાં મતદાન મથકોની સંખ્યા વધશે.

