WTC ફાઇનલમાં કિશનને ડેબ્યૂ કરાવવું યોગ્ય નહીં હોય, DKએ જણાવ્યું કારણ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચમાં ભારતીય વિકેટકીપરને લઈને ચર્ચા ચાલી રહી છે. ટીમ પાસે કે.એસ. ભરત અને ઇશાન કિશનના રૂપમાં વિકલ્પ ઉપસ્થિત છે. બંને જ ખેલાડી વધારે અનુભવી નથી, પરંતુ ઇશાન કિશનનું અત્યાર સુધી ટેસ્ટ ડેબ્યૂ થયું નથી. તો દિનેશ કાર્તિકનું પણ માનવું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇશાન કિશનને ડેબ્યૂ ટેસ્ટ રમાડવો, ખેલાડી પાસે જરૂરિયાતથી વધારે આશા લગાવવા જેવું છે.

ઇશાન કિશનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન કે.એલ. રાહુલ ઇજાગ્રસ્ત થવા અને એકમાત્ર ટેસ્ટથી બહાર થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓવલ, લંડનમાં રમવાની છે. આ મેચ માટે ભારતના કટલાક ખેલાડી પહોંચી ચૂક્યા છે, જ્યારે IPL 2023માં વ્યસ્ત ખેલાડી પોત પોતાની ટીમોની મેચ પૂરી થયા બાદ રવાના થશે. ICC રિવ્યૂ પર વાત કરતા દિનેશ કાર્તિકે કે.એસ. ભરતને ફાઇનલ મેચમાં વિકેટકીપર તરીકે એક સીધી પસંદ બતાવ્યો છે.

તેણે ભાર આપીને કહ્યું કે, ઇશાન કિશનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ માટે આ પ્રકારે મંચ પર ઉતારવો જરૂરિયાતથી વધારે માગવા જેવુ હશે. મને લાગે છે કે, કે.એસ. ભરત ખૂબ જ સીધો વિકલ્પ હશે કેમ કે ઇશાન કિશનને પોતાની ડેબ્યૂ અને સીધો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમાડવો થોડી ઘણી વધુ માગ રહી છે. દિનેશ કાર્તિકનું એવું પણ માનવું છે કે, ઇશાન કિશનની તુલનામાં કે.એસ. ભરત થોડો સારો વિકેટકીપર છે અને આ વસ્તુ તેના પક્ષમાં જઈ શકે છે. દિનેશ કાર્તિકે કહ્યું કે, તથ્ય એ છે કે કે.એસ. ભરત પોતાની વિકેટકીપિંગના કારણે થોડી લીડ પોતાના પક્ષમાં લઈ લે છે એટલે મને લાગે છે કે તેઓ ફાઇનલમાં કે.એસ. ભરત સાથે જશે.

WTC માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન.

રિઝર્વ ખેલાડી:

સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર.

About The Author

Related Posts

Top News

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી

હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલાનો મૃતદેહ ઘરની સામે જ ખાડો ખોદીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી...
National 
2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી
Copyright (c) Khabarchhe All Rights Reserved.