બીજી વન-ડેમાં શ્રીલંકા ટોસ જીત્યું, રોહિત શર્માએ ટીમમાં કર્યો એક ફેરફાર

ભારત-શ્રીલંકા વન-ડે સીરિઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના પ્લેઈંગ-XIમા એક ફેરફાર થયો છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેના સ્થાને કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સતત દસમી વન-ડે સીરિઝ જીતવાની તક હશે. ભારતીય ટીમ છેલ્લા 26 વર્ષથી શ્રીલંકા સામે વન-ડે સીરિઝમાં હાર્યું નથી. તેની છેલ્લી હાર 1997માં થઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી પાસે ચાર મોટા રેકોર્ડ બનાવવાની તક છે. 67 રન બનાવતાની સાથે જ તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં પહોંચી જશે. હવે વિરાટના 266 વન-ડેની 257 ઇનિંગ્સમાં 12,584 રન છે. તે હાલમાં છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકાના મહેલા જયવર્દને 448 મેચની 418 ઇનિંગ્સમાં 12,650 રન સાથે પાંચમા નંબર પર છે.

જો વિરાટ આ મેચમાં સદી ફટકારે છે તો તે ODI ક્રિકેટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ હાલમાં આ મામલે સચિન તેંદુલકરની બરાબરી પર છે. વિરાટે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે 9-9 સદી ફટકારી છે. આ સાથે જ સચિને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી છે.

શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતીને ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ જાળવી રાખી છે. જો રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમ આ બીજી મેચ પણ જીતી જશે તો તે શ્રેણી 2-0થી કબજે કરશે. જ્યારે શ્રીલંકાનો કેપ્ટન દાસુન શનાકા મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.