શ્રેયસ ઐય્યરનું છલકાયું દર્દ, કેપ્ટન્સીને લઈને બોલ્યો- ‘22 વર્ષની ઉંમરમાં..’

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સી અને બેટિંગ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. હવે તેને લઈને ઐય્યરનું નિવેદન સામે આવ્યું છે. ગત વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને ત્રીજી ટ્રોફી અપાવનાર અને આ વર્ષે પંજાબ કિંગ્સ (PBKS)ને IPLની ફાઇનલમાં પહોંચાડનાર ભારતીય સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐય્યરે કહ્યું કે તેને કેપ્ટન્સી કરવાનું ખૂબ ગમે છે કેમ કે તેનાથી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સામે આવે છે.

ઐય્યરે આ વર્ષે IPLમાં પંજાબ કિંગ્સની કેપ્ટન્સી કરતા 604 રન બનાવ્યા, જેમાં 6 અડધી સદી સામેલ હતી. જોકે, કમનસીબે આ મહિનાના અંતમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનારી 5 ટેસ્ટ મેચોની સીરિઝ માટે તેને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકી નથી. આ અગાઉ દિલ્હી કેપિટલ્સ (DC)ની કેપ્ટન્સી પણ કરી ચૂક્યો છે. 

Shreyas-Iyer2
BCCI

 

ઐય્યરે અહીં રવિવારે સોબો મુંબઈ ફાલ્કન્સને સેમીફાઈનલમાં પહોંચાડ્યા બાદ T20 મુંબઈ લીગમાં કહ્યું કે, ‘કેપ્ટન્સીથી ખૂબ પરિપક્વતા અને જવાબદારી આવે છે. તમારી પાસેથી હંમેશાં ટીમ માટે સારું પ્રદર્શન કરવાની અપેક્ષા હોય છે કેમ કે જ્યારે પણ ટીમ સામે કોઈ બાધા કે મુશ્કેલી આવે છે, ત્યારે સૌથી પહેલા કેપ્ટનને જ જોવામાં આવે છે.

તેણે વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે મને ખૂબ અનુભવ થઈ રહ્યો છે કેમ કે હું 22 વર્ષની ઉંમરથી કેપ્ટન્સી કરી રહ્યો છું. મેં આ ક્ષણોનો ભરપૂર આનંદ લીધો છે અને તેને અપનાવી પણ છે. મને કેપ્ટન્સી અને ટીમનું નેતૃત્વ કરવાનું ગમે છે.’ 30 વર્ષીય ઐય્યર, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે સાથે, T20 મુંબઈ લીગમાં હિસ્સો લઈ રહેલા ટોચના ભારતીય સ્ટાર્સમાં સામેલ છે.

corona4
thehindu.com

 

મિડલ ઓર્ડર બેટ્સમેન ઐયરે કહ્યું કે, પડકારપૂર્ણ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવા માટે ખાસ પ્રેરણા મળે છે. હું પોતાને ઝોનમાં લાવવાનો પ્રયાસ કરું છું અને મારી સામે જે હોય છે તેને કરું છું. હું જેટલું બની શકે તેટલું ફોકસ કરવાનો પ્રયાસ કરું છું, વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરું છું, પરિસ્થિતિને અપનાવું છું અને દર્શકોને પણ અપનાવું છું કેમ કે ક્યારેક-ક્યારેક તેમની ઉર્જા ખૂબ જબરદસ્ત હોય છે અને તેઓ પોતાની ઉર્જા તમારામાં સુધી પહોંચાડી દે છે. હું પોતાને કહું છું કે હું ઇચ્છું છું કે ભીડ મારા નામનો જયકારો લગાવે અને આ વસ્તુ મને પ્રેરિત કરે છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.