IPL સટ્ટાબાજીના એક કેસમાં ધોની વિરુદ્ધ હાઇકોર્ટ પહોંચી Zee મીડિયા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2013માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસે બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ઘણા ખેલાડીઓની ધરપકડ થઇ અને રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને 2 વર્ષ માટે બેન કરી દેવામાં આવી હતી. આ કેસમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ ઉછળ્યુ હતું. ત્યારબાદ વર્ષ 2014માં મહેન્દ્ર ધોનીએ Zee મીડિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

Zee મીડિયા કોર્પોરેશને આ માનહાનીના કેસના સંબંધમાં પૂછપરછને રદ્દ કરવા માટે બુધવારે મદ્રાસ હાઇ કોર્ટ તરફ જવાનો નિર્ણય લીધો છે. Zee મીડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એકલ ન્યાયાધીશના 11 નવેમ્બર 2022ના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટર દ્વારા ઉઠાવવામાં આવેલી પૂછપરછને રદ્દ કરવાની તેની અરજીને મોટા ભાગે અસ્વીકૃત કરી દેવામાં આવી હતી.

જસ્ટિસ અને મહાદેવન અને મોહમ્મદ શફીકની પીઠે બુધવારે એકલ ન્યાયાધીશના આદેશ પર ઘણી મધ્યસ્થ રોકથી ઇનકાર કરી દીધો, પરંતુ 13 માર્ચના રોજ સોમવારે Zeeની અપીલ પર સુનાવણી કરવા પર સહમતી વ્યક્ત કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ Zee મીડિયા, IPS અધિકારી સંપત કુમાર અને અન્ય વિરુદ્ધ કથિત દુર્ભાવનાપૂર્ણ  નિવેદનો અને સમાચાર રિપોર્ટ વિરુદ્ધ હાઇ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ક્રિકેટર વર્ષ 2013માં IPL મેચોની સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગમાં સામેલ હતા.

મહેન્દ્ર સિંહ ધોનીએ કોર્ટને સંપત કુમાર અને ઘણા લોકોને તેમની વિરુદ્ધ IPL સટ્ટાબાજી કૌભાંડ સંબંધિત મુદ્દા પર કઇ પણ પ્રકાશિત કરતા રોક લગાવવાની અપીલ કરી હતી. IPL 2013માં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી સાથે જોડાયેલો કેસ સામે આવ્યો હતો. આ કેસને IPS સંપત કુમાર લીડ કરી રહ્યા હતા. તેમણે આ કેસમાં મહેન્દ્ર સિંહ ધોની પર પણ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ધોનીએ કહ્યું હતું કે, IPS અધિકારી સંપત કુમાર મારા ઉપર સ્પોટ ફિક્સિંગને લઇને મારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ મારી વિરુદ્ધ ખોટા સમાચારો અને ખોટા નિવેદન આપી રહ્યા છે. ધોનીએ વળતર તરીતે કોર્ટ પાસે તેના માટે 100 કરોડ રૂપિયાની માગ પણ કરી હતી. કોર્ટે વર્ષ 2014માં સંપત કુમાર પર ધોની વિરુદ્ધ કોઇ પણ પ્રકારના નિવેદન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ એ છતા કુમારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં ન્યાયિક પ્રણાલી અને તેની વિરુદ્ધ કેસોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.