આ ફેસબુક ગ્રુપમાં મહિલાઓ બતાવે છે ‘ડર્ટી સિક્રેટ’, પુરુષોના રિવ્યુ કરે છે

ઓનલાઈન ડેટિંગ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ડેટિંગ એપ્સની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આમાં ઘણા જોખમો પણ છે. પરંતુ, હજુ પણ લોકો તેમના મનપસંદ જીવનસાથીને પસંદ કરવા માટે ચોક્કસપણે આમાં પોતાનો હાથ અજમાવતા હોય છે. આ ક્ષણે, અમે તમને ડેટિંગ સાથે સંબંધિત એક ફેસબુક ગ્રુપ વિશે જણાવીશું.

UK અને USમાં ઘણા લોકો ઑનલાઇન ડેટિંગમાં સક્રિય રહે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ અહીં ફેસબુક પર Are We Dating The Same Guy નામનું સિક્રેટ ગ્રુપ બનાવ્યું છે. આ સિક્રેટ ફેસબુક ગ્રુપમાં મહિલાઓ પુરુષો વિશેના રિવ્યુ શેર કરે છે. Dazedના અહેવાલ મુજબ, આ પ્રકારનું પહેલું ગ્રુપ ગયા વર્ષે માર્ચમાં ન્યૂયોર્કમાં શરૂ થયું હતું. એના બે મહિના પછી લંડનમાં આવું ગ્રુપ શરૂ થયું છે.

તાજેતરના સમયમાં લંડન ગ્રુપની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેના હવે 16 હજારથી વધુ સભ્યો છે. ઉપરાંત, છેલ્લા કેટલાક મહિનામાં, UKના માન્ચેસ્ટર, નોટિંગહામ અને એડિનબર્ગ જેવા ભાગોમાં હાઇપરલોકલ ગ્રુપ પણ ઉભરી આવ્યા છે.

આ ગ્રુપમાં તમામ પ્રકારની મહિલાઓ છે. મહિલાઓને આ ગ્રુપોમાં પોતાની ઓળખ જાહેર કર્યા વગર પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમાં મહિલાઓ મોટા ભાગે ?: info in comments या any ☕?  સાથે ટિપ્પણીઓ પોસ્ટ કરે છે. પછી જો ગ્રુપનીની કોઈપણ મહિલા તે પુરુષને પહેલા મળી હોય, તો તેણી  પોતાના તરફથી નોંધ ત્યાં છોડી દે છે.

આ ગ્રુપમાં સામેલ થવા માટે કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. નિયમો મુજબ આ ગ્રુપમાં કોઇના દેખાવ વિશે ટીપ્પણી કરવાની  સંમતિ નથી. ઉપરાંત અભદ્ર્ ભાષાનો પ્રયોગ કરવા, ઘમકી, સંવેદનશીલ માહિતી અને ગ્રુપની કોઇ પોસ્ટનો સ્ક્રીન શોટ વાયરલ કરવા આ તમામ બાબતો પર પ્રતિબંધ છે.

ગ્રુપની કેટલીક મહિલાઓ માટે આ માત્ર મનોરંજનનનું સાધન છે, તો કેટલીક મહિલાઓ માટે આ ગ્રુપ ઘણું કામનું છે. ગ્રુપમાં જોડાયેલી મહિલાઓ માટે આ ગ્રુપ ગોસિપ કરતા વધારે મહત્ત્વનું છે. આ ગ્રુપમાં મહિલાઓ કોઇ પુરુષે દગો આપ્યો હોય તો તે વાત પણ બતાવે છે.

આ ઉપરાંત, જો પુરુષે ખોટા પ્રકારના વીડિયો બનાવવાનું કહ્યું હોય, તો તે અન્ય મહિલાઓને તેના વિશે જણાવે છે. આ સાથે તે કેટલાક એવા પુરૂષો વિશે જણાવે છે જેમણે જાતીય સંક્રમણ પછી પણ કોન્ડોમ ન પહેરવાનું બહાનું બનાવ્યું હતું. એક મહિલાએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણી ગર્ભવતી થઈ તે પછી એક પુરુષે કહ્યું કે તે તેને ક્યારેય પ્રેમ કર્યો નહોતો.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.