57 ફ્રેક્ચર, હાથ પર ડામ, મા-બાપે 10 માસના બાળક સાથે એવું કરેલું કે જજ રડી પડ્યા

કહેવાય છે કે દુનિયામાં માતા-પિતાનો દરજ્જો ભગવાન કરતા પણ ઊંચો છે. તેના કરતાં વધુ પ્રેમ અને કાળજી કોઈ કરી શકતું નથી. પરંતુ બ્રિટનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમારા રુંવાડા ઉભા થઇ જશે, અને કદાચ 10 મહિનાના બાળકની આ વાત સાંભળીને કદાચ તમે રડી પડશો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, ફિનલે બોડેન નામના આ બાળકના માતા-પિતાએ તેની સાથે જે કર્યું, તેના પર તે ગુનાની સુનાવણી દરમિયાન જજ પણ રડી પડ્યા હતા.

શેનોન માર્સડેન, 22 વર્ષની અને સ્ટીફન બોડેન 30 વર્ષનો તેમણે પોતાના 10-મહિનાના બાળકને લગભગ 39 દિવસ સુધી તડપાવી તડપાવીને તેની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. જો કે તેને હજુ સજા સંભળાવવાની બાકી છે.

હકીકતમાં, ફિનલીના જન્મ પહેલાં જ, 21 જાન્યુઆરી, 2020ના રોજ, તેને તેના માતાપિતાના ડ્રગ વ્યસની હોવાના કારણે સામાજિક સેવાઓ દ્વારા બાળ સુરક્ષા ઓર્ડર હેઠળ મૂકવામાં આવ્યો હતો. ફિનલેનો જન્મ 15 ફેબ્રુઆરી 2020ના રોજ થયો હતો. જ્યારે, માસૂમના મૃત્યુના 39 દિવસ પહેલા, નવેમ્બર 2020માં, માં-બાપના સુધરી જવાની શરત પર તેમને તેમનો બાળક સોંપવામાં આવ્યો હતો. માતા-પિતાને સોંપ્યાના બે દિવસ પછી, એક સામાજિક કાર્યકરને ફિનલેના માથામાં ઈજા જોવા મળી. પછી સ્ટીફન અને શેનોને કહ્યું કે, તેણે જાતે રમકડાથી પોતાને નુકસાન પહોંચાડ્યું હતું.

શેનોન અને સ્ટીફનના તમામ ત્રાસ પછી, 25 ડિસેમ્બર 2020ના રોજ, નાતાલના દિવસે, ફિનલેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના શરીર પર કુલ 71 ગંભીર ઈજાઓ હતી. આ સિવાય 57 જેટલા ફ્રેક્ચર હતા. સંભવતઃ આ દંપતી ગાંજાના નશામાં નિર્દોષ સાથે ક્રૂરતા આચરતા હતા.

એટલું જ નહીં, પરંતુ ફિનલેના મૃત્યુના એક કલાકની અંદર, તેના હેવાન માતાપિતા હસી-મજાક કરતા જોવા મળ્યા અને આ દરમિયાન સ્ટીફન શેનન સાથે ફિનલેની પુશચેર ઓનલાઈન વેચવાની વાત કરી રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ શેનોનને સંબંધીઓને ક્રિસમસ ડિનર વિશે પૂછતા સાંભળ્યા.

બાળકની હાલત જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે, કોઈ પોતાના બાળક સાથે આવું કેવી રીતે કરી શકે. ફિનલીની કમરનું હાડકું બે જગ્યાએ તૂટી ગયું હતું. આ સિવાય તેની કોલર બોન પણ તૂટી ગઈ હતી. તેનો ડાબો હાથ બે જગ્યાએ દાઝી ગયો હતો. એવું લાગતું હતું કે તે સિગારેટ લાઇટરથી બાળવામાં આવ્યું હતું. બાળક ડર્બીશાયરમાં દંપતીના ઘરે ગંભીર હાલતમાં મળી આવ્યું હતું અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

જ્યારે મામલો સામે આવ્યો ત્યારે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, ફિનલેના મૃત્યુના બે દિવસ પહેલા સ્ટીફને તેના ડ્રગ ડીલરને એક મેસેજમાં લખ્યું હતું, મને એવું મન થાય છે કે, હું ફિનલેનું માથું દિવાલ પર મારી દઉં.

કેસની સુનાવણી દરમિયાન, કોર્ટમાં દંપતીના જર્જરિત ઘરની તસવીરો બતાવવામાં આવી હતી, જેમાં પોલીસને લોહી, ઉલ્ટી અને મળથી રંગાયેલા કપડાં અને ગાદલા મળ્યા હતા. આખું ઘર ગાંજાની વાસથી ભરાઈ ગયું હતું. ઘરની અંદર લીધેલી તસવીરોમાં બેડસાઇડ ટેબલ પર એનર્જી ડ્રિંક, ગાંજા અને સિગારેટના ખાલી કેન જોવા મળે છે. તે સ્પષ્ટ હતું કે બાળકની કસ્ટડી મળ્યા બાદ દંપતીના સુધરી જવાના દાવા તદ્દન ખોટા હતા.

ત્યાં પ્રવાહી પેરાસિટામોલની બોટલો પણ હતી, જેનો ઉપયોગ દંપતી બીમાર અને રડતા ફિનલેની સારવાર માટે કરે છે. નજીકના બેડસાઇડ સ્ટૂલ પર બાળકની બોટલમાં દૂધ ઘણા સમયથી પડ્યું હતું અને બગડી ગયું હતું. બાથરૂમના બાથટબમાં ગાંજો અને ફિનલીના લોહીથી ખરડાયેલા કપડાં પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.