હમાસના હુમલા બાદ ઇઝરાયલી PMએ કરી જંગની જાહેરાત, કહ્યુ- યુદ્ધની કિંમત ચૂકવવી પડશે

હમાસના ઍટેક બાદ ઈઝરાયલના PM બેન્જામીન નેતન્યાહુએ કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, આ હુમલો નથી, યુદ્ધ છે અને અમે યુદ્ધમાં પ્રવેશ કરી ગયા છીએ. હમાસને આ ભૂલ માટે અભૂતપૂર્વ કિંમત ચૂકવવી પડશે. હમાસે એવા સમયે હુમલો કર્યો છે, જ્યારે તહેવારોની રજાઓ હતી. તેમણે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ઇઝરાયલના નાગરિકો, આપણે યુદ્ધમાં છીએ. આ કોઈ ઓપરેશન નથી, કોઈ તણાવ નથી, આ યુદ્ધ છે અને આપણે જીતીશું.

પેલેસ્ટાઈન આતંકવાદીઓએ ઈઝરાયલ પર રોકેટ છોડ્યા પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયલના વિસ્તારો પર ડઝનેક રોકેટ છોડ્યા હતા, જેના કારણે એક મહિલાનું મોત પણ થયું હતું. આ હુમલા પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયલ સરકારે તેના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.

રિપોર્ટ અનુસાર, ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે, હવાઈ હુમલા અંગે ચેતવણી આપતી સાયરનનો અવાજ છેક આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ-અવીવ સુધી સંભળાયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે વહેલી સવારે થયેલો આ બોમ્બ વિસ્ફોટ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. ઇઝરાયલના બચાવ જૂથ 'મેગેન ડેવિડ એડોમ'એ જણાવ્યું છે કે દક્ષિણ ઇઝરાયલમાં એક ઇમારત પર રોકેટ પડતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ સિવાય એક 20 વર્ષીય યુવકને પણ થોડી ઈજા થઈ છે.

પેલેસ્ટાઈન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે, જ્યારે તાજેતરમાં ગાઝા અને ઈઝરાયલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું.

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ દેઈફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, હમાસે ઈઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે. ડેફ અનુસાર, આ ઓપરેશન શરૂ કરવા માટે, હમાસે શનિવારે વહેલી સવારે ઇઝરાયલ પર 5,000 રોકેટ છોડ્યા છે.

ડેફે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે નક્કી કર્યું છે કે હવે બહુ થયું. અમે તમામ પેલેસ્ટાઈનીઓને ઈઝરાયલનો મુકાબલો કરવા વિનંતી કરીએ છીએ.' ઈઝરાયલે મોહમ્મદ ડેફને ઘણી વખત મારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે દરેક વખતે બચી જાય છે.

ગાઝા પટ્ટી એ એક નાનો પેલેસ્ટિનિયન પ્રદેશ છે, જે ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે ભૂમધ્ય સમુદ્ર કિનારે સ્થિત છે. પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તેના પર 'હમાસ'નું શાસન છે, જે ઈઝરાયલ વિરોધી આતંકવાદી જૂથ છે. તે એટલા માટે કારણ કે પેલેસ્ટાઇન અને અન્ય ઘણા મુસ્લિમ દેશો ઇઝરાયલને યહૂદી રાજ્ય તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરે છે.

1947 પછી, જ્યારે UNએ પેલેસ્ટાઈનને યહૂદી અને આરબ રાજ્યમાં વિભાજિત કર્યું, ત્યારે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો, જેમાં એક મહત્વનો મુદ્દો તેને યહૂદી રાજ્ય તરીકે સ્વીકારવાનો છે અને બીજો ગાઝા પટ્ટીનો છે, જે ઈઝરાયલની સ્થાપના કરી છે. ત્યારથી, તે ઇઝરાયલ અને અન્ય આરબ દેશો વચ્ચે સંઘર્ષનું કારણ બની ગયો છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.