કેનેડા આતંકવાદીઓને પોષે છે,અમારી સાથે પણ આવું જ કર્યું, હવે શ્રીલંકાએ કહી દીધું

હવે શ્રીલંકાની સરકારે કેનેડા પર પણ સવાલો ઉઠાવ્યા છે, જે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતમાં ભારતની સંડોવણીની શંકા કરી રહી છે. શ્રીલંકાનું કહેવું છે કે, કેટલાક આતંકવાદીઓને કેનેડામાં 'સુરક્ષિત આશ્રયસ્થાન' મળ્યું છે. તેમણે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પર પણ પાયાવિહોણા આરોપો લગાવવા માટે સવાલ ઉઠાવ્યા છે.

ન્યૂયોર્ક પહોંચેલા શ્રીલંકાના વિદેશ મંત્રીએ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, 'કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રયસ્થાન મળી ગયું છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ કોઈ પણ પુરાવા વિના કેટલાક ભડકાઉ આક્ષેપો કરવા અંગે આ વાત કહી છે. તેણે શ્રીલંકા માટે પણ એવું જ કર્યું હતું, કે શ્રીલંકામાં નરસંહાર થયો હતો તે એક ભયંકર, એકદમ ખોટું જૂઠાણું હતું. દરેક વ્યક્તિ જાણે છે કે, અમારા દેશમાં કોઈ નરસંહાર થયો નથી.'

તેમણે આગળ કહ્યું, 'મેં ગઈ કાલે જોયું કે, તેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિનું સ્વાગત કરવા ગયા હતા. આવી સ્થિતિમાં, આ બધું શંકાસ્પદ છે અને અમે આનો સામનો પહેલા પણ કરી ચુક્યા છીએ.....'

જૂન મહિનામાં કેનેડાના સરી શહેરમાં આતંકવાદી નિજ્જરને ઠાર કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે PM જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાલિસ્તાનીના મોતને ભારત સાથે જોડ્યો હતો. તેણે કહ્યું કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, એજન્સીઓ પાસે આ અંગે 'વિશ્વસનીય પુરાવા' છે.

PM જસ્ટિન ટ્રુડોએ માહિતી આપી હતી કે, કેનેડાની એજન્સીઓ ભારતની સંભવિત ભૂમિકાની તપાસ કરી રહી છે. આ સાથે તેમણે તપાસમાં ભારત પાસેથી સહયોગની પણ માંગ કરી દીધી હતી.

જ્યારે આ તરફ, ભારતે કેનેડા PM જસ્ટિન ટ્રુડોના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કેનેડા પર ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. કેનેડામાં ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટી થયા પછી ભારતે પણ વળતો પ્રહાર કરીને વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ત્યાર પછી ભારતે કેનેડામાં વિઝા સેવાઓ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વિપક્ષી નેતા પિયર પોલીવરે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યું છે કે, તેમણે યહૂદીઓની હત્યા કરનારા નાઝીઓને સમર્થન આપનારા લોકોનું ગૃહમાં સ્વાગત કરીને મોટી ભૂલ કરી છે અને આ માટે તેમણે સભામાં દરેકની માફી મંગાવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ હિટલરની નાઝી સેનાના એક ડિવિઝનના સૈનિક યારોસ્લાવ હુન્કાને મળ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. હવે આ મામલે PM જસ્ટિન ટ્રુડોના વિરોધીઓ તેમને ઘેરી રહ્યા છે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.