- Tech and Auto
- એસ્ટન માર્ટિન વેનક્વિશ સુપરકાર ભારતમાં લોન્ચ, 3.3 સેકન્ડમાં 100 Kmની સ્પીડ, આ છે કિંમત
એસ્ટન માર્ટિન વેનક્વિશ સુપરકાર ભારતમાં લોન્ચ, 3.3 સેકન્ડમાં 100 Kmની સ્પીડ, આ છે કિંમત

બ્રિટિશ કાર ઉત્પાદક એસ્ટન માર્ટિને ભારતીય બજારમાં તેની નવી સુપરકાર વેનક્વિશ લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી V12 એન્જિનથી સજ્જ, આ સુપર લક્ઝરી કારની શરૂઆતની કિંમત 8.85 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ એક ઉચ્ચ-પ્રદર્શનવાળી સ્પોર્ટ્સ કાર છે, જેમાંથી ફક્ત 1,000 યુનિટ જ વિશ્વભરમાં બનાવવામાં આવશે. આમાંથી કેટલાક યુનિટ્સ ભારતમાં પણ વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા છે. જોકે, કંપનીએ ભારતમાં વેચાણ માટે તેના કેટલા યુનિટ રાખવામાં આવ્યા છે તે અંગે માહિતી આપી નથી.

એસ્ટન માર્ટિન વેનક્વિશના આગળના ભાગમાં એક ખાસ ગ્રીલ આપવામાં આવી છે. જેની બંને બાજુ મેટ્રિક્સ LED હેડલાઇટ અને આકર્ષક સ્પ્લિટર છે. જે બ્રાન્ડના લગભગ તમામ મોડેલોમાં સમાન રીતે જોવા મળે છે. આ એરોડાયનેમિક સ્પોર્ટ્સ કારનો સાઇડ વ્યૂ ફ્લશ ડોર હેન્ડલ્સ દ્વારા પૂર્ણ થયેલ કાર્બન ફાઇબર બોડીવર્ક દર્શાવે છે. કારનો પાછળનો દેખાવ પણ આકર્ષક બનાવવામાં આવ્યો છે. જે ક્વાડ-ટેલપાઇપ ટાઇટેનિયમ એક્ઝોસ્ટ અને ઇન્ટિગ્રેટેડ ડિફ્યુઝર દ્વારા પ્રકાશિત થાય છે.

એસ્ટન માર્ટિન વેનક્વિશ એ અમુક સ્પોર્ટ્સ કારમાંની એક છે જે હજુ પણ V12 એન્જિનથી સજ્જ છે. આ એન્જિન તેના પ્રદર્શનને વધારવા માટે ટ્વીન ટર્બોચાર્જર્સમાંથી હવાનો પ્રવાહ મેળવે છે. કંપનીએ આ કારમાં 5.2 લિટર V12 એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.

કંપનીનો દાવો છે કે, આ કાર માત્ર 3.3 સેકન્ડમાં 0 થી 100 Km/hની ગતિ પકડી શકે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 345 Km/h છે. અહીં તમને જણાવી દઈએ કે, વેનક્વિશ એસ્ટન માર્ટિનનું સૌથી શક્તિશાળી અને ઝડપી શ્રેણી-નિર્માણ મોડેલ છે. કારના પ્રદર્શનને વધારવા માટે, કારમાં એક વિસ્તૃત વ્હીલબેઝ આપવામાં આવ્યો છે, જે આરામદાયક સવારી પૂરી પાડવામાં મદદ કરે છે.
તેમાં અનુકૂલનશીલ બિલસ્ટીન DTX ડેમ્પર્સ છે, જે કેલિબ્રેટેડ સસ્પેન્શન છે. એનાથી વધારે, કારમાં નવી વિકસિત ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ અને સારી હેન્ડલિંગ માટે ફાઇન-ટ્યુન ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગનો સમાવેશ થાય છે. આ શક્તિશાળી કારમાં, કંપનીએ પિરેલી પી ઝીરો ટાયર આપ્યા છે, જે 21-ઇંચના બનેલા એલોય વ્હીલ્સથી સજ્જ છે. કારના આગળના ભાગમાં 410 mm ડિસ્ક અને પાછળના ભાગમાં 360 mm સ્પેશિયલ કાર્બન સિરામિક બ્રેક છે.

આ કારના ABS સિસ્ટમમાં ચાર નવા કંટ્રોલર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે ઇન્ટિગ્રેટેડ બ્રેક સ્લિપ કંટ્રોલ (IBC), ઇન્ટિગ્રેટેડ ટ્રેક્શન કંટ્રોલ (ITC), ઇન્ટિગ્રેટેડ વ્હીકલ કંટ્રોલ (IVC) અને ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ડાયનેમિક્સ એસ્ટિમેશન (IVE)ને મેનેજ કરે છે. આ બધા નિયંત્રકો એક સંકલિત વાહન ગતિશીલતા નિયંત્રણ પ્રણાલી બનાવે છે, જે પરંપરાગત પ્રણાલીઓ કરતાં વધુ સારી રીતે સલામત અંતરથી રોકવાની પ્રણાલી પ્રદાન કરે છે.

કંપનીનું કહેવું છે કે, એસ્ટન માર્ટિનનો હોલીવુડ ફિલ્મ શ્રેણી જેમ્સ બોન્ડ સાથે નજીકનો સંબંધ છે. આ ફિલ્મ શ્રેણીની કેટલીક ફિલ્મોમાં એસ્ટન માર્ટિન વેનક્વિશ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે 'ડાઇ અનધર ડે' અને 'કેસિનો રોયલ' વગેરે. કંપની આ કારને કમ્પ્લીટ બિલ્ટ યુનિટ (CBU) રૂટ દ્વારા ભારતમાં લાવી રહી છે અને ભારતમાં ફક્ત મર્યાદિત યુનિટ જ વેચવામાં આવશે. દેશમાં આ બ્રાન્ડનો એકમાત્ર શોરૂમ દિલ્હીમાં છે અને તે ત્યાંથી જ દેશભરમાં કાર વેચે છે.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
