ઇન્ફોસિસની 32403 કરોડ GST ચોરી? નોટિસના સમાચારથી શેર ધડામ, કંપનીએ આપ્યો જવાબ

દિગ્ગજ IT કંપની ઇન્ફોસિસના શેરમાં આજે (1 ઓગસ્ટ) ટ્રેડિંગની શરૂઆતમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો હતો. શેરમાં ઘટાડાનું કારણ કંપનીને મળેલી GST નોટિસના સમાચાર હતા. IT કંપની પર 32403 કરોડ રૂપિયાની GST ચોરીનો આરોપ છે. પરંતુ ઈન્ફોસિસે આવા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. આજે સવારે 10 વાગ્યે NSE પર ઈન્ફોસિસનો શેર રૂ. 1857.56 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અને તેમાં લગભગ 0.60 ટકાનો ઘટાડો થયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, મીડિયા સૂત્રના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે કહ્યું છે કે, 'મેસર્સ ઈન્ફોસિસ લિમિટેડ, બેંગલુરુને ભારતની બહાર રહેલી શાખાઓમાંથી મળેલા સપ્લાયના આધારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ટેક્સ નોટિસ આપવામાં આવી હતી. દંડની આ રકમ કંપનીના લગભગ એક વર્ષના નફા જેટલી છે.'

ઇન્ફોસિસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, DGGI દ્વારા દાવો કરાયેલા ખર્ચ પર GST લાગુ પડતો નથી.

GST નોટિસ પર સ્પષ્ટતા આપતા કંપનીએ કહ્યું કે, વિદેશી શાખાઓની સેવા GSTને આધીન નથી. કંપનીએ કહ્યું કે, તેણે નિયમો અનુસાર તમામ GST ટેક્સની ચૂકવણી કરી દીધી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ મુદ્દે GST ઈન્ટેલિજન્સ તરફથી કંપનીને પૂર્વ કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઈન્ફોસિસને મળેલી GST નોટિસની રકમ કંપનીના આખા વર્ષના ચોખ્ખા નફા કરતા વધુ છે. આ આવકના આશરે એક તૃતીયાંશ જેટલી છે. 2024ના પ્રથમ ક્વાર્ટરમાં, ઇન્ફોસિસે પાછલા વર્ષની સરખામણીમાં 7.1 ટકા વધુ ચોખ્ખો નફો (આશરે રૂ. 6,368 કરોડ) નોંધાવ્યો હતો, જ્યારે આવક 3.6 ટકા વધીને રૂ. 39,315 કરોડ થઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે, કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં આવક વૃદ્ધિમાં લગભગ 3-4 ટકાનો વધારો કર્યો છે, જે અપેક્ષા કરતા ઘણો વધારે છે.

જાન્યુઆરી 2024થી ઇન્ફોસિસના શેરના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર ટેક્સ ચોરીનો આ મામલો જુલાઈ 2017 થી 2021-2022 સુધીનો છે. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન ઇન્ફોસિસે તેની વિદેશી શાખાઓ પાસેથી સેવાઓ મેળવી હતી પરંતુ તેના પર રૂ. 32,403 કરોડનો ટેક્સ ચૂકવ્યો ન હતો. ટેક્સ દસ્તાવેજમાં જણાવાયું છે કે, ઇન્ફોસિસ, સેવાઓ પ્રાપ્તકર્તા તરીકે, સેવાઓની આયાત પર IGSTની ચુકવણી ન કરવા બદલ તપાસ હેઠળ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-04-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

ગુજરાત સરકાર 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોરનું નિર્માણ કરવા જઇ રહી છે.સરકારે ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ...
Governance  Gujarat 
ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને...
National 
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ...
Business 
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી
Copyright (c) Khabarchhe All Rights Reserved.