અમદાવાદ-સુરતમાં 'પઠાણ'નો વિરોધ, સુરતમાં થિએટરમાં જઈ પોસ્ટરો ફાડી ધમકી આપી, Video

બસ હવે માત્ર એક જ દિવસની વાર છે અને પછી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ મોટા પરદા પર નજરે પડશે. 4 વર્ષની લાંબી રાહ જોયા બાદ શાહરુખ ખાન સિલ્વર સ્ક્રીન પર વાપસી  કરી રહ્યો છે. જો કે, ‘પઠાણ’ની પરેશાની ઓછી થવાનું નામ લઇ રહી નથી. દેશના અલગ અલગ ભાગોમાં તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવે પટનામાં ‘પઠાણ’ વિરુદ્ધ પ્રદર્શન થયું છે. પટનાના ગાંધી મેદાન પાસે સ્થિત મોના સિનેમા હૉલ સામે શ્રીરામ સેના સંગઠને શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ની રીલિઝને લઇને ખૂબ હોબાળો કર્યો.

સુરત શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રાંદેર વિસ્તારમાં આવેલી રૂપાલી સિનેમામાં હોબાળો મચાવ્યો હતો અને પોસ્ટરો ફાડ્યા હતા અને સિનેમાઘરને પઠાણ ફિલ્મ ન બતાવવા માટે પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી. અમદાવાદમાં પણ પોલીસે સની શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે વીડિયો દ્વારા થિએટરો માલિકોને ધમકી આપી હતી કે પઠાણ ફિલ્મ ન બતાવતા.

 
 
 
View this post on Instagram

A post shared by Suratupdates (@suratupdatesofficial)

શ્રીરામ સેનાના નેતાઓનું કહેવું હતું કે, આ ફિલ્મમાં અશ્લીલતા દેખાડવામાં આવી છે. ફિલ્મના એક સોંગમાં એટલી અશ્લીલતા છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે આ ફિલ્મ નહીં જોઇ શકે. શું બોલિવુડની ફિલ્મ દેશમાં હવે માત્ર અશ્લીલતાનો નશો કરનારા પદાર્થનો પ્રચાર કરશે? સાથે જ તેમણે કહ્યું કે, શાહરુખ ખાન, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક વખત પણ કંઇ ન બોલ્યો. તે પોતાની જાતને બોલે છે કે મારો પિતા પાકિસ્તાનનો રહેવાસી હતો, તો તે ત્યાં કેમ જતો રહેતો નથી?

શ્રીરામ સેનાના પ્રદર્શનકારીઓએ પ્રદર્શન દરમિયાન મોના સિનેમા હૉલ સામે જય શ્રીરામના ખૂબ નારા લગાવ્યા. ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટરને પણ સળગાવવામાં આવ્યા અને લોકોને અપીલ કરવામાં આવી કે આ અશ્લીલ ફિલ્મ ન જુએ. આ પહેલા પણ ‘પઠાણ’ને લઇને પ્રદર્શન થઇ ચૂક્યા છે. શનિવારે એટલે કે 21 જાન્યુઆરી 2023ના રોજ બજરંગ દળના કેટલાક લોકોએ આસામના નરેંગીમાં થિયેટર બહાર ફિલ્મને લઇને નારેબાજી કરી હતી. તેમણે પણ ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર સળગાવ્યા હતા.

વિવાદ બાદ શનિવારે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને તેની બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કશું જ ન કહ્યું અને સવાલ કર્યો કે શાહરુખ ખાન કોણ છે? જો કે, ટ્વીટ કરીને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે તેમની વાત શાહરુખ ખાન સાથે થઇ છે. તેમણે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બોલિવુડ સ્ટાર શાહરુખ ખાને રાત્રે 2 વાગ્યે કોલ કર્યો હતો. તેઓ લખે છે કે, બોલિવુડ સ્ટાર શ્રી શાહરુખ ખાને મને ફોન કર્યો અને અમે મોડી રાત્રે 2 વાગ્યે વાત કરી.

તેણે પોતાની ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન ગુવાહાટીમાં થયેલી એક ઘટના પર ચિંતા વ્યક્ત કરી. મેં તેને આશ્વાસન આપ્યું કે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવું રાજ્ય સરકારનું કર્તવ્ય છે. અમે પૂછપરછ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે એવી ઘટના ન થાય.’ ફિલ્મ પઠાણના બેશરમ રંગને લઇને શહરૂખ ખાન અને મેકર્સ વિવાદોનો સામનો કરી ચૂક્યા છે. સોંગમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને નજરે પડી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો જોવા મળ્યો. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બનાવેલી આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઇ રહી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.