- Fashion & Beauty
- Inifd દ્વારા ફેશન શો અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Inifd દ્વારા ફેશન શો અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ Inifd દ્વારા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ફેશન શો અને 24માં વાર્ષિક ફેશન ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Inifd ના સીઇઓ ગ્લોબલ મિસ્ટર અનિલ ખોસલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને બિરદાવવા સાથે જ ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રના જાણીતા નામો અને સેલિબ્રિટી એવા અનુજ શર્મા ,દીપક ગોલાણી, સીમા કાલવાડીયા, મનીષા રેશમવાલા અને અનુ બચકાનીવાલા હાજર રહ્યા હતા. ફેશન શોમાં Inifd સુરતના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 11 સિકવન્સ પર તૈયાર કરેલ શ્રેષ્ઠ ગારમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.
અલગ અલગ થીમ પર ડિઝાઇન કરાયેલા આ ગારમેન્ટ્સ તૈયાર કરવા માટે પ્રોફેશનલ મેન્ટર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કલેક્શન રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં Inifd સુરતના મેનેજિંગ ડિરેક્ટર પરેશ પટેલ સાથે જ Inifd ગાંધીનગર, રાજકોટ અને બરોડા બ્રાન્ચના ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
