ચૂંટણી પત્યા બાદ નારણ કાછડિયા ભાજપથી નારાજ, બોલ્યા-કોંગ્રેસમાંથી કે AAPમાંથી..

વિધાનસભાની ચૂંટણી 7 ચરણોમાં થઈ રહી છે. અત્યાર સુધી ત્રણ ચરણનું મતદાન સંપૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, પરંતુ હવે અંદરનો વાદ-વિવાદ અને ટિકિટ ફાળવણીનો મુદ્દો સામે આવ્યો છે. અમરેલીથી સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાની જગ્યાએ આ વખત અમરેલી સીટ પરથી ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. હવે નીરણ કાછડિયાએ પક્ષ પલટો કરીને આવતા નેતાઓને ટિકિટ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.

નારણ કાછડિયાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી સવારે આવે અને બપોરે તેમને હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટ મંત્રીનું પદ મળી જાય. સંગઠનના પદ મળી જાય. ધારાસભ્યની ટિકિટો મળી જાય. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણે લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની નથી. તે અમે જાણીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓના ભોગે નહીં.

તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તા 35-35 વર્ષથી કામ કરતા હોય અને પાર્ટીના ઝંડા લગાવતા હોય, નારા લગાવતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સીનિયર કાર્યકર્તા સામે બેઠા હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? નારણ કાછડિયાએ વધુમાં કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો. જે કાલે સવારે આવ્યા હોય, તેમના માટે તો ક્યારે સ્વીકારી નહીં શકાય.

પોતાની ટિકિટ કપાઈ છતા તેમણે ભાજપની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કાર્યકર્તાઓની મદદ માટે મોડી રાત્રે પણ તૈયાર બેઠા હોવાની વાત કરી હતી. જો કે, તેમણે જે નવા નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈને પદ મેળવી લે છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. દેશની સૌથી મોટી ફર્ટિલાઈઝર ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન પદે દીલિપભાઈ સંઘાણીની સતત બીજી વખત બિનહરીફ વરણી થતા તેમને અભિનંદન પાઠવવાના કાર્યક્રમ અંતર્ગત નારાણ કાછડિયાએ આ બાબતો રજૂ કરી હતી. આ કાર્યક્રમ તેમના કાર્યાલય સાવરકુંડલા પર યોજાયો હતો.

હાલમાં જ અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા દીલિપ સંઘાણી વિશ્વની સૌથી મોટી ઈફકો કંપનીમાં બિનહરીફ ચૂંટાઈ આવતા અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ છે, પરંતુ દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પક્ષ પલટો કરનારાઓને પદ આપવું તેને ઈલુ-ઈલુ કહેવાય છે. ઈલુ-ઈલુ કહીને સહકારી ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ છે. પ્રદેશ ભાજપમાં ઈફ્કોની ઉમેદવારી મુદ્દે સંકલનનો અભાવ છે. મેન્ડેટ આપવો એ જ સંકલનની ખામી છે. ઈફ્કોની જેવી સંસ્થામાં ક્યારે મેન્ડેટ અપાતા નહોતા. જયેશ રાદડિયાને પણ મેન્ડેટની જાણ નહોતી. મને પણ મેન્ડેટની જાણ નહોતી. જયેશ રાદડિયાના ફોર્મ બાદ બિપિનભાઈએ ફોર્મ ભર્યું હતું. સંકલન કર્યું હોત તો આજે આ સ્થિતિ ન સર્જાતી. સંગઠનના સંકલનના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.