જ્યોતિએ પિતાને મળીને કહ્યું- 'પપ્પા, ચિંતા ના કરો, વકીલ રાખશો નહીં, હું...'

દેશની સુરક્ષા એજન્સીઓના રડાર પર રહેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને લગભગ એક અઠવાડિયા પછી તેના પિતા હરીશ મલ્હોત્રાને મળવાની મંજૂરી આપવામાં આવી. આ મુલાકાત, ભલે થોડી મિનિટો માટેની હતી પણ લાગણીથી ભરેલી હતી. પૂછપરછ દરમિયાન થયેલી આ મુલાકાતમાં જ્યોતિએ તેના પિતાને સાંત્વના આપી. જ્યોતિએ તેના પિતાને ચિંતા ન કરવા કહ્યું. મારા માટે વકીલ રાખવાની કોઈ જરૂર નથી. ન્યાયાધીશે મારા માટે વકીલની વ્યવસ્થા કરી છે. હું જલ્દી બહાર આવીશ. જ્યોતિના આ શબ્દો સાંભળીને તેના પિતા ભાવુક થઈ ગયા.

Jyoti Malhotra
amarujala.com

જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે, તે વિવિધ સંવેદનશીલ સ્થળોએ ગઈ હતી, વીડિયો બનાવ્યો અને યુટ્યુબ પર અપલોડ કર્યો. જ્યોતિ પર ISI એજન્ટોના સંપર્કમાં હોવાની પણ શંકા છે. આ કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવી છે, ત્યારપછી તેની ધરપકડ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓ ઉપરાંત, જ્યોતિએ જ્યાં વીડિયો બનાવ્યા હતા તે સ્થળોની પોલીસે પણ તેની પૂછપરછ કરી. હિસાર કોર્ટે શરૂઆતમાં જ્યોતિને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી હતી, ત્યાર પછી તેને વધુ ચાર દિવસ લંબાવવામાં આવ્યા હતા. જ્યોતિના પિતાને સુનાવણીના દિવસે કોર્ટમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિવારના સભ્યોનો દાવો છે કે, એક મહિલા પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે સુનાવણી છે પરંતુ તમારે કોર્ટમાં ન આવવું જોઈએ.

Jyoti Malhotra
hindi.cnbctv18.com

પોતાની પુત્રીને મળતા પહેલા, હરીશ મલ્હોત્રાએ કહ્યું હતું કે, તેમનું સૌથી મોટું દુઃખ એ છે કે તેઓ તેમની પુત્રી માટે કોર્ટમાં લડી શકતા નથી, કારણ કે તેમની પાસે સારા વકીલ રાખવા માટે પૈસા નહોતા. તેમણે કહ્યું કે જો હું ઇચ્છું તો પણ હું કેસ લડી શકીશ નહીં. આ કહેતી વખતે, તે સમયે પણ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. હરીશે કહ્યું હતું કે, જ્યોતિની ધરપકડ થયા પછી, તે તેની પુત્રીને મળી શક્યો નથી કે વાત કરી શક્યો નથી. તે કહે છે કે, પોલીસે તેના ઘરમાંથી જે વસ્તુઓ લીધી હતી તેમાંથી કોઈ પણ પાછી આપવામાં આવી નથી. જ્યોતિ પોતાની પાસે જે ડાયરી રાખતી હતી તેના વિશે કોઈ માહિતી નથી. તે કહે છે કે છેલ્લા અઢી વર્ષથી તે પોતાના વીડિયો બનાવી રહી છે અને યુટ્યુબ પર અપલોડ કરી રહી છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને UP પોલીસે તેની પૂછપરછ કરી છે. સોમવારે ગોવા અને UP પોલીસની ટીમો પણ હિસાર પહોંચી હતી. જ્યોતિને તે બધી જગ્યાઓ વિશે પૂછવામાં આવી રહ્યું છે જ્યાં તેણે વીડિયો શૂટ કર્યા હતા, અને તે કોની સાથે શેર કર્યા હતા, અને તેનો હેતુ શું હતો.

Jyoti Malhotra
amarujala.com

પોલીસને શંકા છે કે, જ્યોતિ પાસે વિદેશ પ્રવાસ માટે જે પૈસા હતા તેનો સ્ત્રોત સ્પષ્ટ નથી. તેણે દુબઈ, પાકિસ્તાન, ચીન, થાઈલેન્ડ જેવા દેશોની મુલાકાત લીધી છે. આવી સ્થિતિમાં, એ તપાસનો વિષય છે કે, તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?

પોલીસે બેંક ખાતાઓની વિગતોની તપાસ શરૂ કરી છે. તેમના પિતાના ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, શું ફંડ ટ્રાન્સફર તેમના દ્વારા થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ લાંબી ચાલવાની છે, અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ તેમાં સક્રિય રીતે સામેલ થઈ ગઈ છે. હાલમાં, હિસાર પોલીસની SIT ટીમ તપાસનું નેતૃત્વ કરી રહી છે, જેમાં DSP સિવિલ લાઇન, SHO સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.