બાબા રામદેવનો લવ જિહાદ પર દાવો, કહ્યું- બ્રાહ્મણની છોકરી લાવે તો 10 લાખ આપે છે

યોગગુરુ રામદેવ રાજકારણ, લવ જિહાદ, બિઝનેસ એવા અનેક વિષયો પર પોતાના અભિપ્રાય વ્યકત કરતા રહે છે. તાજેતરમા એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ઇસ્લામ, સનાતન, લવ જિહાદ અને વિપક્ષી એકતા જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. જો કે તેમણે કહ્યું કે હવે મેં બોલવાનું ઓછું કરી દીધું છે અને કામ કરવાનું વધારી દીધું છે. સ્વામી રામ દેવે લવ જિહાદ પર કહ્યું કે,ધર્મ કોઈ પણ વ્યક્તિ માટે ધ્રુવીકરણનો વિષય છે. ઘણા લોકો વંશીય, રાજકીય અને સામાજિક રીતે ધ્રુવીકરણ કરી રહ્યા છે. આ લોકો બંધારણીય ગુનો કરી રહ્યા છે.

ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામી રામદેવે દાવો કરતા કહ્યું હતું કે કેટલાંક લોકો નામ બદલીને લગ્ન કરી રહ્યા છે. બાબાએ કહ્યું કે, જો તમે બ્રાહ્મણના ઘરની છોકરી ભગાડીને લાવો તો 10 લાખ રૂપિયા આપે છે, જો તમે રાજપુત અને OBC વર્ગની દીકરી ભગાડીને લાવો તો 5 લાખ રૂપિયા મળે છે. લગ્ન કરીને પછી કહે છે કે તમે ઇસ્લામની શરણમાં આવી જા, કારણકે તમે બદનામ થઇ ચૂક્યા છો. જો યુવતી વાત નહીં માને તો ટુકટે ટુકડા કરી નાંખવામાં આવે છે. બાબા રામદેવે કહ્યુ કે ધર્મ પરિવર્તન હવે એક ધંધાની જેમ ચાલે છે. અમારા સનાતન ધર્મમમાં કોઇને પણ લાલચ આપીને ધર્મ બદલવાનું કહેવામાં આવતું નથી.

જ્યારે સ્વામી રામદેવને પુછવામાં આવ્યું કે તમે જુદા જુદા મુદ્દા પર કેમ નથી બોલતા? તો બાબાએ કહ્યું કે જ્યારે બોલું છું તો લોકો કહે છે કે, તમે બહુ વાચાળ છો. જ્યારે હું નથી બોલતો તો લોકો કહે છે કે બું મૌન થઇ ગયો છું. આ બધા કારણોને લીધે હવે મેં બોલવાનું ઓછું કરી દીધું છે અને કામ કરવાનું શરૂ કર્યું છે.

મુખ્યમંત્રી નિતીશ કુમારે બિહારના પટનામાં 23 જૂને બોલાવવામાં આવેલી બેઠક વિશે બાબા રામદેવે કહ્યું હતું કે વિપક્ષે હમેંશા સક્રીય રહેવું જોઇએ, તેને કારણે જ લોકતંત્ર જીવતું છે. તેમણે કહ્યું કે, એટલે પક્ષ અને વિપક્ષ મજબુતીથી લડશે, પરંતુ અત્યારે દેખાઇ રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીનો કોઇ મુકાબલો નથી.

શું રાહુલ ગાંધી PM મોદીનો મુકાબલો કરી શકશે? એવા સવાલના જવાબમાં સ્વામી રામદેવે કહ્યું હતું કે હું કોઇનું નામ નથી લઇ રહ્યો. ભારતીય રાજકારણમાં 100 એવા મોટા ચહેરાં છે, જેમને હું વ્યકિતગત રીતે જાણું છું. પરંતુ વિપક્ષ પાસે ક્રાઇસીસ તો છે જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકારણમાં એક બ્રાન્ડ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

જયાં રોજના અબજો રૂપિયાના સોદા થાય છે અને જેને દેશના અર્થતંત્રની ધરી કહેવામાં આવે છે તેવું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (...
Business 
ગુજરાતીઓએ ઝાડ નીચે ભેગા થઇને શરૂ કરેલું BSE 150 વર્ષનું થયું

બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

બિહાર પછી હવે મધ્યપ્રદેશમાં પણ નગર પાલિકા અને પંચાયતની મતદાર યાદીમાં છેતરપિંડીની શક્યતાને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્ય...
National 
બિહાર પછી હવે મધ્ય પ્રદેશમાં મતદાર યાદીને લઈને થયો રાજકીય હોબાળો, MPમાં 50થી વધુ મતદારો ધરાવતા 779 ઘર..

ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવીની મુશ્કેલી વધી શકે છે. 5 જુલાઇએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં...
Gujarat 
ચૈતર વસાવાને હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મોડી રાત્રે કારમાં 2 અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ દ્વારા દારૂની પાર્ટી કરવાની વાત સામે આવતા વિવાદ છેડાઈ...
National  Politics 
‘પેગ, બાઇટિંગ અને કારમાં..’, ગ્રામજનોએ TMC નેતા અને BJPના મહિલા નેતાને દા*રૂ પીતા પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.