આ છે દુનિયાનું ખતરનાક ઝેર, 1 ગ્રામ માત્રાથી 5 કરોડ લોકોના મોત થઇ શકે, કિંમત…

તમે સાઇનાઇડ વિશે સાંભળ્યું જ હશે, જે ખૂબ જ ખતરનાક ઝેર માનવામાં આવે છે. એ જ રીતે, પોલોનિયમ-210 નામનું બીજું ખતરનાક ઝેર છે. જો કે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું માનવામાં આવે છે કે તેના માત્ર એક ગ્રામથી 5 કરોડ લોકોના મોત થઇ શકે છે.

પોલોનિયમ 210 એક રેડિયોએક્ટિવ તત્વ છે, જેમાંથી નિકળતા રેડિએશન માનવ શરીરની અંદરના અંગોની સાથે સાથે  DNA અને ઇમ્યૂન સીસ્ટમને ઝડપથી તબાહ કરી શકે છે. એ એટલું સુક્ષ્મ હોય છે કે મૃત શરીરમાં તેની હાજરી શોધવી મુશ્કેલ પડે છે. ભારતમા તો પોલોનિયમ 210ને શોધવાની તપાસ કરવી અશક્ય છે.

મેરી ક્યૂરી

પોલોનિયમ-210 ની શોધ 1898 માં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યુરી દ્વારા કરવામાં આવી હતી. તેમને રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં રેડિયમ શુદ્ધિકરણ માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. આ ઉપરાંત તેમને રેડિયોએક્ટિવિટીની શોધ માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. પોતાના દેશ પોલેન્ડના નામ પરથી મેરીએ પોલોનિયમ 210 નામ રાખ્યું હતું. જો કે કમનસીબે આ શોધને કારણે મેરી ક્યુરીએ પોતાની જ દીકરીને ગુમાવવાનો વારો આવ્યો હતો.  પોલોનિયમનો એક કણ મેરીની પુત્રી ઇરીન જ્યૂલીયટ ક્યુરીએ ખાધો હતો. 10 વર્ષ પછી ઇરીનનું મોત થયું હતું.

જોકે પહેલા પોલોનિયમનું નામ રેડિયમ F હતું, પરંતુ બાદમાં તેને બદલવામાં આવ્યું. વૈજ્ઞાનિકોના મતે જો પોલોનિયમ-210 મીઠાના નાના કણો  જેટલા પણ માનવ શરીરમાં જાય તો તે ક્ષણભરમાં મરી શકે છે.પોલોનિયમ 210ની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે જો તેના ખાવામાં ભેળવી દેવામાં આવે તો તેના સ્વાદની ખબર જ નથી પડતી.

આ સિવાય એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલના સૌથી મોટાદુશ્મન ગણાતા પેલેસ્ટાઈનના નેતા યાસર અરાફાતનું મોત પણ આ ઝેરના કારણે થયું હતું. આની તપાસ કરવા માટે, તેના મૃતદેહને દફન કર્યાના ઘણા વર્ષો પછી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે તેના શરીરના અવશેષોમાં રેડિયોએક્ટિવ પોલોનિયમ-210 મળી આવ્યું હતું. જો કે આ પહેલા 2006માં રશિયાના જાસુસ એલેકઝાન્ડર લિતીવેનેકોનું પણ અવસાન પોલિનિયમ 210ને કારણે થયું હતું.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલોનિયમ 210 એટલું ખતરનાક હોય છે કે માત્ર 1 ગ્રામમાં જ 5 કરોડ લોકોના મોત થઇ શકે છે. આમ તો પોલોનિયમ વાતાવરણમાં મોજુદ હોય છે, પરંતુ તેને ભેગા કરવાનું ભારે મુશ્કેલ હોય છે. ન્યુકલીયર રીએકટર વર્ષમાં માત્ર 100 ગ્રામ પોલોનિયમ 210ને ભેગું કરી શકે છે. પોલોનિયમ 210 માનવ શરીરમાં પણ હોય છે,ધુમ્રપાન કરનારા લોકોના શરીરમાં તેની માત્રા વધારે હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલોનિયમ 210 ઝેરની કિંમત 2400 કરોડ રૂપિયા હોય છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.